Home /News /ahmedabad /AMC દ્વારા ટેક્ષ કરદાતાઓ માટે વધુ એક પહેલ, 24x7 આ સેવાનો ઉપયોગ થઈ શકશે

AMC દ્વારા ટેક્ષ કરદાતાઓ માટે વધુ એક પહેલ, 24x7 આ સેવાનો ઉપયોગ થઈ શકશે

ફાઇલ તસવીર

AMC Facility: અમદાવાદ મહાનગરપાલિકા હંમેશા શહેરીજનોની અગવડતાનું નિરાકરણ આવે તેવા પ્રયાસ કરતી હોય છે. ત્યારે વધુ એક પહેલ શરૂ કરી છે. જેમાં ટેક્સ પેયર્સ માટે ઓનલાઇન ઓપ્શન ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જાણો કેવી રીતે તેનો લાભ લઈ શકશો.

અમદાવાદઃ શહેરના નાગરીકોની સગવડતા અને સરળતા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવી પહેલ કરી છે. આજકાલ મોટા પ્રમાણમાં નાગરીકો તેઓના તમામ પેમેન્ટ મોબાઇલ પર ઓનલાઇન કરતા હોય છે. જેને ધ્યાને લેતાં હવે કોઇપણ નાગરિક ઘરે બેઠાં પ્રોપર્ટી ટેક્ષના બિલ ડાઉનલોડ કરી શકે અને તાત્કાલિક જ પ્રોપર્ટી ટેક્ષ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOT શરૂ કરવામાં આવ્યું છે.

ચોવીસ કલાક ફેસિલિટી ઉપલબ્ધ રહેશે


WHATSAPP CHAT BOT ઉપર કોઇપણ કરદાતા પ્રોપર્ટી ટેક્ષના બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકે તેવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ મેળવવા કોઇપણ નાગરીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS WHATSAPP NO. 7567855303 ઉપર WHATSAPP CHAT દ્વારા પ્રોપર્ટી ટેક્ષના વિકલ્પ ઉપર CLICK કરવાની રહેશે. તેમજ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્ષ ટેનામેન્ટ નંબર લખી તેમના પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. આ ફેસિલિટી 24x7 ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ ‘ChatGPT’ શું છે, કોણે બનાવ્યું, જાણો તમામ માહિતી

અરજી ઓનલાઇન ઇનવર્ડ થાય છે


તમામ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્ષના ટેનામેન્ટ નંબરની સાથે તેઓના મોબાઇલ નંબર LINK કરવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સેવાઓ તેઓના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેળવી શકશે. હાલમાં પ્રોપર્ટી ટેક્ષ ખાતાના DIGITAL GOVERNANCE INITIATIVE અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષની તમામ અરજીઓ ઓનલાઇન મારફતે ઇનવર્ડ થાય છે તેમજ નિકાલ થાય છે. તેમજ અરજી નિકાલ થયા બાદ અરજદારના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર તે અંગે મેસેજ આવે છે.


100 ટકા ડિજિટલાઇઝેશન થશે


આ પ્રમાણે કરદાતાઓને વધુ એક સગવડ પૂરી પાડી તેમના પ્રોપર્ટી ટેક્ષનું પેમેન્ટ ઘરે બેઠાં મોબાઇલ મારફતે થાય તેવી સગવડ આપવાથી કરદાતાઓને કોર્પોરેશન ઓફિસ કે સિવિક સેન્ટર આવવાની જરૂરીયાત રહેશે નહીં. તેને કારણે પ્રોપર્ટી ટેક્ષ રિકવરી રેશિયોમાં પણ વધારો થઇ શકશે. આમ પ્રોપર્ટી ટેક્ષ ડિપાર્ટમેન્ટ 100% ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Muncipal corporation, Ahmedabad news, AMC latest news, AMC News, AMC pay taxes

विज्ञापन