AMC દ્વારા આગામી 2023-24 બજેટને લઈને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, AMC દ્વારા અમદાવાદીઓ પાસેથી બજેટને લઈને સુચનો આપવા જણાવવામાં આવ્યું હતું. જે અંગે શહેરીજનોએ 500 જેટલા સુચનો AMCને મોકલી આપ્યા હતા.
અમદાવાદ: AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના આગામી બજેટને લઈને અનોખા અભિગમને અમદાવાદીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેને લઈને અમદાવાદીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. માત્ર જાહેરાતની 48 કલાકમાં જ 450 જેટલા મેઇલમાં 500થી વધુ લોકોના સુચનો મળ્યા છે. AMCના ઇતિહાસમાં પ્રથમવાર આ મુજબનો પ્રયોગ કરાયો છે. પહેલી વારે AMC આગામી બજેટને લઇ નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતું કે, AMC દ્વારા બજેટ અંગે લોકો પાસેથી સુચનો મંગાવવામા આવ્યા હતા. જેમાં અમદાવાદીઓ સારો પ્રતિસાદ આપ્યો છે. માત્ર ટુકી જાહેરાતમાં જ 450 મેઇલ જેમાં 500થી વધુ સુચનો આપવામાં આવ્યા છે. વિવિધ માધ્યમોમાં જાહેરાત અને સોશ્યલ મીડિયા થકી પ્રસિદ્ધિ કરાઇ હતી. જેમાં 22 જાન્યુઆરી સુધી અમદાવાદીઓએ વિવિધ રૂપે પોતાના અનેક સૂચન - અભિપ્રાયો આપ્યા છે. 34% ટકા સૂચનો શહેરની મૂળભૂત સુવિધાઓ અંગે મળ્યા છે.
25% સૂચનો કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી,રીડિંગ રૂમ, ગાર્ડન , સ્વિમિંગ પુલ ,સિનિયર સીટીઝન પાર્ક જેવી પ્રાથમિક સુવિધાને લગતા મળ્યા છે.
39% સૂચનો AMC ની વિવિધ સર્વિસ સુધારવા માટે મળ્યા છે. તેમજ 2% સૂચનો કોર્પોરેશનની આવક વધારવા માટેના મળ્યા છે. AMC હદમાં નવા ભળેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા સૂચન મળ્યા છે.
ચેરમેન હિતેશ બારોટે વધુમાં જણાવ્યુ હતું કે, આવકાર્ય અને અમલ કરી શકાય એવા સુચનોને બજેટમાં સમાવવામાં આવશે. આગામી સમયમાં મ્યુનિસિપલ કમિશ્નર વર્ષ 2023-24 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાના છે. જેમાં પ્રજાના સુચનો પ્રાધાન્ય અપાશે. મેયર અને કમિશનરનો અભિગમ છે કે શહેરીજનો પોતાના સૂચનો રજૂ કરી શકે અને લોકોના સૂચનો શહેરના લાંબા ગાળાના વિકાસ અને લાભમાં કામ આવે એ હેતુથી આ પ્રયત્નો કર્યા છે.