અમદાવાદ: AMC સંચાલિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ હવે શિફ્ટ વાઈઝ બુકીંગ કરાવી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 60 કોમ્યુનિટી હોલ્સમાં વિવિધ સામાજિક પ્રસંગો જેમકે, બર્થ ડે પાર્ટી, પ્રદર્શન, પેન્શનરોની મિટીંગ, કોર્પોરેટ મિટીંગ, કિટ્ટી પાર્ટી, સામાજિક મિટીંગો વગેરે હેતુ માટે મર્યાદિત સમય માટે કોમ્યુનિટી હોલ્સનું બુકીંગ શિફ્ટ વાઈઝ ધોરણે થઈ શકશે. પહેલી વખત આવું શરૂ કરાયું છે. કારણ કે કોમ્યુનિટી હોલ બની ગયા છે પરંતુ તેના મેઇન્ટન્સ પાછળ મોટો ખર્ચ થાય છે. હવે હોલના માધ્યમથી સામાન્ય ભાડું લઇ શકાશે. નોંધનીય છે કે, અત્યાર સુધી લગ્ન અને મોટા પ્રસંગે માટે જ AMC સંચાલિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે અપાતાં હતાં, પરંતુ હવે નાના પ્રસંગે માટે પણ શિફ્ટ મુજબ ભાડે અપાશે.
આ હોલનો સૌથી વધારે વપરાશ થયો છે
AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી-પ્લોટ અને હોલનો નાગરિકો ઉપયોગ કરે છે. શહેરમાં આવેલા 60થી વધુ પાર્ટી-પ્લોટ અને હોલનો છેલ્લા એક વર્ષમાં ખૂબ જ ઉપયોગ લોકોએ કર્યો છે. જેનાથી કોર્પોરેશનને 30 કરોડ જેટલી આવક થઈ છે. જોકે, કોર્પોરેશનના કેટલાક પ્લોટ છેલ્લા એક વર્ષમાં માત્ર 10 કે 15 દિવસ જ વપરાયા છે. એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ, નારણપુરાનો ડી.કે પટેલ હોલ, પાલડી ટાગોર હોલનો સૌથી વધારે વપરાશ થયો છે. જે.પી. પ્લોટ અને હોલના સૌથી ઓછા બુકીંગ થયા છે. તેનો ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. અનેક લોકો કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ કરતા હોય તો શા માટે આવા પાર્ટી પ્લોટો કે હોલ ઓછા વપરાયા છે.
વધુમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી-પ્લોટ અને હોલ આવેલા છે. આ તમામ પાર્ટી-પ્લોટ અને હોલમાં લોકો મેરેજ ફંક્શન ઉજવણી વગેરે આયોજન કરતા હોય છે, તેના માટે લોકો દ્વારા છ મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવતું હોય છે. છેલ્લા એક વર્ષમાં પાર્ટી-પ્લોટ અને હોલનું બુકિંગ વધ્યું છે, પરંતુ શહેરમાં કેટલાક એવા પાર્ટી-પ્લોટ અને હોલ છે. જેનું માત્ર 10 કે 15 દિવસ પૂરતું જ બુકિંગ થયું છે. જેને લઈ અને અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે, આ પાર્ટી પ્લોટ અને હોલમાં શા માટે બુકિંગ થતા નથી. સાથે જ હવે હોલ, પાર્ટી પ્લોટ બર્થ ડે પાર્ટી, પ્રદર્શન, પેન્શનરોની મીટીંગ, કોર્પોરેટ મીટીંગ, કીટી પાર્ટી, સામાજિક મીટીંગો માટે ઓછા ભાડે શિફ્ટ મુજબ મળશે.
છેલ્લા એક વર્ષમાં 30 કરોડ રૂપિયાની આવક થઈ છે
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી-પ્લોટ અને હોલમાં તમામ પ્રકારની સુવિધાઓ અને સસ્તા ભાવે મળતી હોય છે, તો લોકો કેમ કોર્પોરેશનના આ હોલ કે પાર્ટી પ્લોટનો ઉપયોગ કરતા નથી. તેને લઈને જવાબ માંગવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં 30 કરોડ રૂપિયાની આવક થઈ છે. કેશવનગર કોમ્યુનિટી હોલનો છેલ્લા 6 મહિનામાં માત્ર 7 દિવસ જ ઉપયોગ થયો છે. જ્યારે એક વર્ષમાં વિવેકાનંદ સંસ્કૃતિ પાર્ટી પ્લોટનો માત્ર 9 દિવસ ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ નવી જાહેરાત બાદ પાર્ટી-પ્લોટ અને હોલ ડિમાન્ડ વધશે તેવો દાવો એએમસીનો છે.