Amdavad Municipal Corporation: જાહેર માર્ગ ઉપરથી રખડતા પશુ પકડવા કડક કાર્યવાહી કરવાના મ્યુનિસિપલ તંત્રને હાઈકોર્ટ તરફથી આપવામા આવેલા આદેશની કોઈ અસર જોવા મળતી નથી. સ્માર્ટ સીટીનો દરજજો ધરાવતા અમદાવાદના નાગરિકો જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓને લઈ ત્રાહીમામ બની ગયા છે. રોડ ઉપર રખડતા પશુઓની અડફેટે આવતા પશુઓના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.
અમદાવાદ: શહેરના જાહેર માર્ગ ઉપરથી રખડતા પશુ પકડવા કડક કાર્યવાહી કરવાના મ્યુનિસિપલ તંત્રને હાઈકોર્ટ તરફથી આપવામા આવેલા આદેશની કોઈ અસર જોવા મળતી નથી. સ્માર્ટ સીટીનો દરજજો ધરાવતા અમદાવાદના નાગરિકો જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓને લઈ ત્રાહીમામ બની ગયા છે. રોડ ઉપર રખડતા પશુઓની અડફેટે આવતા પશુઓના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રના અધિકારીઓ કે સત્તાધીશો તમાશો જોઈ રહયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. 11 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાંની 6794 અને રખડતા ઢોરની 3231 ફરિયાદ મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગને મળી છે.
રખડતા પશુઓને લઈને લોકો ત્રાહીમામ બની ગયા
બીજી તરફ વાત કરવામાં આવે તો વર્ષ-2022 ના એક વર્ષમાં શહેરના 59513 લોકોને વિવિધ પ્રાણીઓ કરડયા હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલુ છે. અમદાવાદ શહેરના સાત ઝોનના 48 વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી રોડ ઉપર રખડતા પશુઓને ત્રણ શિફટમાં એકવીસ ટીમની મદદથી પકડવામા આવી રહયા હોવાના મ્યુનિસિપલ તંત્રના દાવાની વચ્ચે રખડતા કૂતરા પકડવાની કામગીરી જે સંસ્થાઓને સોંપવામા આવી છે એ સંસ્થાઓની કામગીરી પણ નબળી જોવા મળી રહી છે. તંત્રને રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા ઉપર નજર દોડાવવામા આવે તો એપ્રિલ મહિનામા 460, મે મહિનામા 440,જુન મહિનામા 516 ફરિયાદો વિવિધ વિસ્તારમાંથી મળી હતી. જૂલાઈમાં 533, ઓગસ્ટમાં 476 અને સપ્ટેમ્બરમાં 539 ફરિયાદ તંત્રને મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ઓકટોબરમાં 395, નવેમ્બરમાં 492 તેમજ ડીસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 235 ફરિયાદ મળી છે. જ્યારે જાન્યુઆરીમાં 1142 અને ફેબ્રુઆરીના અંત સુધીમાં 1059 ફરીયાદ મળી છે. શહેરીજનોને રખડતા કૂતરાની સાથે રસ્તા ઉપર રખડતા પશુઓથી પણ ડર લાગે છે. એપ્રિલ મહિનામા રસ્તા ઉપર રખડતા પશુઓને લઈ 168, મેમાં 150, જુનમાં 177, જૂલાઈમાં 543 ફરિયાદ મળવા પામી હતી. ઓગસ્ટ મહિનામા સૌથી વધુ 887 ફરિયાદ રોડ ઉપર રખડતા પશુને લઈ મળવા પામી હતી. સપ્ટેમ્બરમાં 355, ઓકટોબરમાં 198, નવેમ્બરમાં 223 તેમજ ડીસેમ્બર મહિનામાં અત્યાર સુધીમા રોડ ઉપર રખડતા પશુને લઈ 184 ફરિયાદ મળી છે.
દસ વર્ષમાં કેટલા કૂતરાનું ખસીકરણ કરાયું?
વર્ષ
ખસીકરણની સંખ્યા
વર્ષ
ખસીકરણની સંખ્યા
2012
24742
2018
14058
2013
26358
2019
36563
2014
30573
2020
21502
2015
39333
2021
30360
2016
33265
2022
31380
2017
31381
2023
41514
કુલ 9057 પશુ પાંજરાપોળ ખાતે મોકલી અપાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગને એપ્રિલ-2022 થી ફેબુ્રઆરી-2023 સુધીના સમયમાં શહેરના 48 વોર્ડમાંથી રખડતા કૂતરાં અંગેની 6248 અને રખડતા પશુઓની 3150 ફરિયાદ મળી છે. આ સમયમાં કુલ 16940 રખડતા પશુ પકડવામાં આવતા પશુ માલિકોએ 1736 પશુ છોડાવ્યા છે. કુલ 9057 પશુ પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે. 39782 કૂતરાંનુ ખસીકરણ સંસ્થાઓ પાસે કરાવવામાં આવ્યુ છે. દંડ પેટે કુલ 9060048 રુપિયા વસૂલવામાં આવ્યા છે. 782 કેસમાં એફ.આઈ.આર. અને 2690 કેસમાં મ્યુનિ.તંત્ર તરફથી પોલીસ સ્ટેશનમાં ચાર્જશીટ દાખલ કરાવવામાં આવી છે.