Home /News /ahmedabad /અમદાવાદમાં રોગચાળો બેકાબૂ બનતા AMC ના મેડિકલ ઇન્ચાર્જ ઓફિસરે લોકોને આપી ખાસ સલાહ

અમદાવાદમાં રોગચાળો બેકાબૂ બનતા AMC ના મેડિકલ ઇન્ચાર્જ ઓફિસરે લોકોને આપી ખાસ સલાહ

શહરેની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ વધી જતાં સોનોગ્રાફિ માટે વેઇટિંગ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ ઇન્ચાર્જ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકી જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ માસની 20 તારીખ સુધીમાં ઝાડા-ઉલટીના 660 કેસ નોંધાયા છે.

ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શન, કમળો, ડેન્ગ્યુ, મલેરિયા જેવા કેસમાં વધારો થયો છે. ત્યારે સોલા સિવિલ અને સિવિલ હોસ્પિટલ અસારવામાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહે છે અને રિપોર્ટ કરાવવા માટે પણ લાંબુ વેઇટિંગ છે. સોલા સિવિલમાં સોનોગ્રાફી રૂમ બહાર દર્દીઓની લાંબી કતાર છે. દર્દીઓ વધી જતાં સોનોગ્રાફિ માટે વેઇટિંગ છે. દર્દીઓએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બે દિવસથી તેઓ લાંબી કતારોમાં ઉભા રહ્યા છે તેમ છતાં પણ સોનોગ્રાફી કરવા માટે નંબર આવતો નથી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 20 દિવસમાં ડેન્ગ્યુનાં 45 કેસ, ચિકનગુનિયાનાં 21, મેલેરિયાનાં 32, હિપેટાઇટિસનાં 120 અને ડાયેરિયા તેમજ વોમેટિંગનાં 87 દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના હાલ 14 દર્દીઓ સારવાર હેઠળ એક 4 વર્ષનું સ્વાઈન ફ્લૂ સંક્રમિત બાળક પણ સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂનાં 14 દર્દીઓમાંથી 2 વેન્ટિલેટર અને 5 દર્દીઓ ઓકસીજન સપોર્ટ પર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલની સ્થિતિએ કોરોનાનાં 11 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો- અમદાવાદમાં 40 ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો ત્યાં જ એમ્બ્યુલન્સ, બસ અને ટ્રક ફસાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ ઇન્ચાર્જ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકી જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ માસની 20 તારીખ સુધીમાં ઝાડા-ઉલટીના 660 કેસ નોંધાયા છે. તો કમળો 135, ટાઇફોઇડ 239 અને કોલેરાના 9 કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના 129, ઝેરી મેલેરિયાના 15, ડેન્ગ્યુના 132, ચિકનગુનિયા ના 25 કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લુ પણ શહેરમાં સેંકડો કેસ નોંધાયા છે, નાના બાળકોથી વૃદ્ધો સ્વાઈન ફલૂના શિકાર બન્યા છે. ઓગસ્ટ મહિનામાં જ 509 કેસ નોંધાયા છે. કોટ વિસ્તાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધુ છે. કોરોના પ્રિકોસન ડોઝ મામલે AMC વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રહેણાંક સોસાયટી ઉપરાંત અન્ય સંસ્થાઓ સાથે મળીને ખાસ ઝુંબેશ ચલાવશે. અત્યારે સુધી 8 લાખથી વધુ લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે તો સેંકડો લોકો હજીપણ બાકી છે.

આ પણ વાંચો- હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ડોક્ટર સાહિલ શાહે જણાવ્યું હતું કે, વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યું છે. ત્યારે તબિયત થોડી પણ ખરાબ લાગે તો ડોક્ટરની સલાહ લઈ રિપોર્ટ કરાવી તાત્કાલિક સારવાર લેવી જોઈએ નહિતર વાયરસ બે થી ત્રણ દિવસમાં જીવલેણ સાબિત થઈ શકે છે. સામાન્ય તાવ આવે તો પણ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘરગથ્થુ ઉપચાર જીવલેણ સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુ શોક સિંડ્રોમ થવાથી મૃત્યુનો ખતરો વધી જાય છે. ડેન્ગ્યુ શોક સિંડ્રોમ થવાથી અંગો ફેલ થઈ રહ્યા છે. સામાન્ય તાવ આવે તો પણ બેદરકારી રાખવી જોઈએ નહીં.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Civil, અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन