Home /News /ahmedabad /અમદાવાદ: તહેવારોમાં ભેળસેળવાળી મિઠાઈ ખાધા બાદ હવે ફુડ વિભાગે લીધેલા સેમ્પલ અપ્રમાણિત જાહેર

અમદાવાદ: તહેવારોમાં ભેળસેળવાળી મિઠાઈ ખાધા બાદ હવે ફુડ વિભાગે લીધેલા સેમ્પલ અપ્રમાણિત જાહેર

મિઠાઈ, ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

AMC food department: છેલ્લાં 2 મહિનાથી ચાલી રહેલાં ચેકિંગમાં શહેરના અનેક વિસ્તારમાંથી કુલ 434 જેટલાં નમુના લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 11 જેટલા નમુના અપ્રમાણિત

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્રારા અમદાવાદ શહેરમાં આવેલી મિઠાઈ, ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લાં 2 મહિનાથી ચાલી રહેલાં ચેકિંગમાં શહેરના અનેક વિસ્તારમાંથી કુલ 434 જેટલાં નમુના લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 11 જેટલા નમુના અપ્રમાણિત હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના નવા વાડજના ભીમજીપુરા વિસ્તારમાં ગોવિંદ ડેરી, વાસણાના પનિયારસ ઢોંસા, શાહીબાની કેક એન્ડ જોય સહિતના વેપારીઓના નમુના ફેલ થયા છે. જે અંગે આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

434 નમૂના પૈકી 11 નમૂના અપ્રમાણિત

છેલ્લા 2 મહિના દરમિયાન રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવાં તહેવારોની રમઝટ શરુ થઇ. ઓગસ્ટ મહિનામાં તહેવારોની સિઝનમાં શહેરીજનોએ ભેળસેળવાળી મિઠાઈ ખાધી લીધા બાદ AMC હેલ્થ અને ફુડ વિભાગના ખાદ્ય ચીજોના સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા દશેરા, દિવાળીના તહેવારોમાં ખાદ્ય ચીજવસ્તુઓના લેવામાં આવેલા કુલ 434 નમૂના પૈકી 11 નમૂના અપ્રમાણિત અને 378 નમૂના પ્રમાણિત જાહેર થયા છે. જ્યારે 45 ખાદ્ય ચીજોના નમૂના પરિણામ હજુ પેન્ડિંગ છે. સપ્ટેમ્બર મહિનામાં 170 નમૂના લેવાયા હતા, જેમાંથી 4 નમૂના અપ્રમાણિત અને 166 નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ઓક્ટોબર મહિનામાં 264 નમૂના લેવાયા હતા અને તે પૈકી 7 નમૂના અપ્રમાણિત અને 212 નમૂના પ્રમાણિત જાહેર થયા છે. જ્યારે 45 નમૂનાના પરિણામ હજુ પેન્ડિંગ છે.

આ પણ વાંચો: જેલના ભજીયા ખાવા લાગે છે લાઇનો, ટૂંક સમયમાં શરૂ થશે ફુલ થાળી!

અપ્રમાણિત નમૂનામાં કાજુ-અંજીર રોલ, સ્ટ્રોબરી બરફી, ગાયનું દૂધ, લસણની ચટણી, ઝીણી સેવ, ચણા દાળ, મીઠો માવો વગેરે સેમ્પલ લેવાયા હતા, જે ફેલ થયા હતા. મ્યુનિ. દ્વારા ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં રૂ. 20,500નો વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે. જ્યારે 2.94 લાખની લાયન્સ ફી સહિત કુલ રૂ. 3.14 લાખ વસૂલ કરાયા છે. તેમજ 31 એકમોની તપાસ કરાઈ હતી. આ દરમિયાન સ્થળ પર જ કુલ 12 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો નાશ કરાયો છે.

મ્યુનિ. લેબોરેટરીમાં અપ્રમાણિત જાહેર થયેલા એકમો


Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, AMC News, Food safety

विज्ञापन
विज्ञापन