અમદાવાદ શહેરમાં ચાલી રહેલા તમામ ખોદકામ 20 જૂન સુધીમાં બંધ કરવા AMC નો આદેશ
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા તમામ ખોદકામ 20 જૂન સુધીમાં બંધ કરવા AMC નો આદેશ
અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રિ-મોન્સુન કામગીરી સમિક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી.
વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે એએમસીના પ્રિ મોન્સુન પ્લાન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, એક તરફ શહેરમાં વરસાદ દસ્તક આપી છે અને બીજી તરફ હવે પ્રિ-મોન્સુન કામગીરી સમિક્ષા થઇ રહી છે. શહેરના જો પાણી ભરાશે અને રોડ રસ્તા ખાડા પડશે તો વિપક્ષ આંદોલન કરશે.
ચોમાસુ (Monsoon 2022)બેસતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સક્રિય થયું છે. પ્રિ મોન્સૂલ પ્લાન (Pre-Monsoon Plan) હેઠળ કરાયેલી કામગીરીની સમીક્ષા હાથ ધરાઇ હતી. AMC ખાતે મ્યુનિસિપલ કમિશનર અને મેયરની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમા એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રિ-મોન્સુન કામગીરી સમિક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં ભાજપ સાશકોએ સંભવિત કોઈપણ પરિસ્થિતિ માટે પહોંચી વળવા તંત્રને જરૂરી આદેશો આપ્યા હતા. 122 તળાવોમાં વરસાદી પાણી જાય એવી વ્યવસ્થા કરાશે. શહેરમાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની 54,000 કેચપીટની બે વાર સફાઈ કરી દેવામાં આવી છે. ખારીકટ કેનાલ પર 60 થી વધુ ડીવોટરિંગ પંપ ગોઠવવામાં આવ્યા છે. સંભવિત રોડ બેસી શકે એવી 220 જેટલી જગ્યાએ જરૂરી મશીનરી અને મટીરીયલ તૈયાર રાખવાની સૂચના અપાઈ છે. ત્યાં જ પાણી, ગટરની લાઈનો નાખવાના કારણે પ્રથમ ચોમાસામાં રોડ બેસી જવાની સંભાવના રહેલી છે.
વધુમાં ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યુ હતુ કે, ભારે વરસાદના સમયે 7 ઝોનના ડે.કમિશનર અને ઇજનેરી અધિકારીઓ એ પોતાના કન્ટ્રોલ રૂમમાં પહોચી જવા સૂચના અપાઇ છે. શહેરમાં AMC ઝોનલ લેવલ અને અન્ય મળી 19 કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. પાલડી સંસ્કાર કેન્દ્ર મોનસૂન કન્ટ્રોલ રૂમ ખાતે 24 કલાક વિવિધ કર્મચારીઓને 6 કલાકની શિફ્ટ મુજબ ફરજ પર મુકાયા છે. શહેરમાં પથરાયેલા 2500 CCTV નેટવર્કથી રોડ પર નજર રાખવામાં આવશે. વધુ પાણી ભરાતા અન્ડરપાસની નજીક પરકોલેટિંગ વેલ બનાવવાની સૂચના છે.
વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે એએમસીના પ્રિ મોન્સુન પ્લાન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, એક તરફ શહેરમાં વરસાદ દસ્તક આપી છે અને બીજી તરફ હવે પ્રિ-મોન્સુન કામગીરી સમિક્ષા થઇ રહી છે. શહેરના જો પાણી ભરાશે અને રોડ રસ્તા ખાડા પડશે તો વિપક્ષ આંદોલન કરશે.
ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કરતા દરેક કોલને અધિકારીઓ દ્વારા કોઈપણ સમયે રિસીવ કરવાની સૂચના અપાઈ છે. શહેરમાં ચાલી રહેલા તમામ ખોદકામ 20 જૂન સુધીમાં બંધ કરવાના આદેશ અપાયા છે. ઇમરજન્સી સંજોગોમાં જ ખોદકામ કરવામાં આવશે. વરસાદ બંધ થયા બાદ સોલીડ વેસ્ટ અને આરોગ્ય વિભાગને તુરંત સક્રિય થઈ સફાઈ અને દવા નાખવા અંગે આદેશ અપાયા છે. AMC માં નવા ભેળવાયેલા વિસ્તારમાં કોઈ મુશ્કેલી ન પડે એ માટેની સૂચના અપાઇ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર