અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના કેસ (Corona case in Ahmedabad city)સાથે રોગચાળાએ પણ ફરી માથું ઉચક્યું છે. શહેરમાં (Ahmedabad city)કોરોના કેસમાં છેલ્લા એક સપ્તાહથી વધારો થયો છે. ત્યારે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ બેકાબૂ બન્યો છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકાના (Ahmedabad Municipal Corporation)આરોગ્ય વિભાગના મેલેરિયા (Malaria)વિભાગ દ્વારા શહેરમાં ચાલી રહેલા કન્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ હાથ ધર્યું હતું. બાંધકામ એકમ પરથી મચ્છરનું બ્રિડીગ મળી આવતા એકમ સામે વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે.
એએસમીએ એક અખબારની યાદીમાં જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના હસ્તક મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાંના ભાગ રૂપે શહેરમાં આવેલ વિવિધ એકમો સંસ્થાની સઘન ઝુંબેશ રૂપે મચ્છરના બ્રિડીગ અંગેની ચેકીંગ કામગીરી કરવામાં આવેલ છે. જે અન્વયે વિભાગના સ્ટાફ દ્વારા શહેરમાં આવેલ તમામ કન્ટ્રક્શન સાઇટ ચેકીંગની સઘન ઝુંબેશ કામગીરી આયોજન કરવામાં આવેલ છે. તમામ ઝોનમાં મેલેરિયા વિભાગની ટીમો દ્વારા કુલ 252 કન્ટ્રક્શન સાઇટ ચેકીંગ કરીને 127ને નોટિસ બજાવામાં આવેલ છે. તેમજ કુલ રૂપિયા 4 લાખ 38 હજાર વહિવટી ચાર્જ વસૂલ કરેલ છે.
અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થયો છે તો બીજી તરફ રોગચાળાએ પણ માઝા મૂકી છે. આરોગ્ય વિભાગ માટે કોરોનાની કામગીરી સાથે હવે રોગચાળાની કામગીરી પણ એક મોટો પડકાર છે. રાજ્યમાં મંગળવારે અમદાવાદ શહેરમાં 178, સુરત શહેરમાં 52, રાજકોટ શહેરમાં 35, વડોદરા શહેરમાં 34, આણંદમાં 12, નવસારીમાં 10, સુરત જિલ્લામાં 9, ગાંધીનગર જિલ્લામાં 7, જામનગર શહેરમાં 7, ખેડામાં 7, વલસાડમાં 7, કચ્છણાં 5, અમદાવાદ જિલ્લામાં 4, ભરૂચમાં 3, ગાંધીનગર શહેરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢ શહેરમાં 2, મહીસાગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ગીરસોમનઆથ, પંચમહાલ, પોરબંદર, તાપી, વડોદરા જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. કુલ 394 નવા કેસ નોંધાયા છે.