Home /News /ahmedabad /અમદાવાદ: વેક્સીન નહીં લીધી હોય તો સરકારી બાદ હવે ખાનગી એકમો અને સ્થળોમાં પ્રવેશ નહીં મળે

અમદાવાદ: વેક્સીન નહીં લીધી હોય તો સરકારી બાદ હવે ખાનગી એકમો અને સ્થળોમાં પ્રવેશ નહીં મળે

વેક્સીન વગર હવે ખાનગી એકમોમાં પણ પ્રવેશ નહીં મળે.

No vaccine no entry: અમદાવાદ શહેરમાં કોવિડ ૧૯ વેકિસનેશનનો પ્રથમ ડોઝ 97% નાગરિકો અને બીજો ડોઝ 49% નાગરિકોને આપવામાં આવ્યો છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સીનેશન કામગીરી (Ahmedabad vaccination drive) ચાલી રહી છે . જે અતંર્ગત અમદાવાદ શહેરમાં અત્યારસુધી કુલ ૬૬,૮૪,૫૧૫ નાગરિકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમા પ્રથમ ડોઝ ૪૪,૭૯,૭૭૯ અને બીજો ડોઝ ૨૨,૦૪,૭૩૬ લોકોને આપવામાં આવ્યો છે. એટલે કે શહેરમાં કોવિડ ૧૯ વેકિસનેશનનો પ્રથમ ડોઝ 97% નાગરિકો અને બીજો ડોઝ 49% નાગરિકોને આપવામાં આવ્યો છે.

આ મામલે વાત કરતા AMC સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ (Hitesh Barot) ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યુ હતુ કે, શહેરમાં 100% વેક્સીનેશન કામગીરી પૂર્ણ થાય તે માટે એએમસી તબક્કાવાર નિર્ણય કરી રહી છે. લોકોને પણ અપીલ કરી રહ્યા છીએ કે તેઓ ઝડપથી વેક્સીન લઈ લે. એએમસીએ પહેલા સરકારી ઓફિસ અને સરકારી ટ્રાન્સપોર્ટમા પ્રવેશ માટે વેક્સીન ફરજીયાત કરી હતી. હવે એએમસી પ્રાઇવેટ પ્રિમાઇસીસ જેવા કે શોપિગ મોલ, સિનેમા ગૃહ, ક્લબ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, હોટલ- રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, મોટી સોસાયટી વિગેરે એકમો ખાતે મુલાકાત લેતા નાગરિકો કે જેમણે પ્રથમ ડોઝ લીધો હોય અને બીજા ડોઝની પાત્રતા હોવા છતાં લીધો ન હોય તો તેમને આવા તમામ એકમો ખાતે પ્રવેશ આપવાનો રહેશે નહીં.

વધુમાં એએમસી ચેરમેન બારોટે અપીલ કરી હતી કે, થર્ડ વેવ પહેલાની તંત્રની તૈયારીઓ છે. આથી વેકિસન જરૂરી છે. જો તમારા ઘરે કોઇ મહેમાન પણ આવે તો પહેલા તેઓ વેક્સીન લીધી છે કે નહીં પૂછવું જોઇએ. જો ન લીધી હોય તો તેઓને વેક્સીન માટે આગ્રાહ કરવો જોઇએ. નવલા નોરતામાં પણ સોસાયટી/ફ્લેટ ચેરમેન સેક્રેટરીઓ આ નિયમ ખાસ પાલન કરવાનું રહેશે. લોકોએ એકત્ર થાય તો માસ્ક ફરજીયાત પહેરવું જોઇએ. કારણ કે કોઇ પણ પ્રકારની કચાસ હવે રાખવી પરવડે તેમ નથી.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, નવરાત્રી દરમિયાન એએમસી ટીમ શહેરના અલગ અલગ વોર્ડમાં ચેકિંગ હાથ ધરશે. રાત્રી દરમિયાન સોસાયટી/ફલેટમાં ચાલતા ગરબામાં ચેકિંગ હાથ ધરાશે. વેક્સીનનો ડોઝ ન લીધો હોય તેમને ઘરે મોકલી દેવાશે. સાથે જ તેમને વેક્સીન લેવા માટે અપીલ કરાશે.
" isDesktop="true" id="1139936" >

નોંધનીય છે કે એએમસી તરફથી પહેલા જ બીઆરટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્ન્ટ, લાઇબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પુલ, એએમસી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સિટી સિવિક સેન્ટર અને એએમસીની તમામ બિલ્ડિંગમાં વેક્સીન ડોઝ વગર પ્રવેશ પર પ્રતિ બંધ ફરવામાં દેવામાં આવ્યો છે. સાથે જ એએમસીએ એવી પણ જાહેરાત કરી છે કે જો મોટી સોસાયટી કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 100થી વધારે લાભાર્થી હોય તો એએમસીની ટીમે સ્થળ પર વેક્સીન આપવા માટે જશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Corona vaccine, Coronavirus, COVID-19, અમદાવાદ, એએમસી`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો