Home /News /ahmedabad /અમદાવાદમાં આકાશને આંબતી બિલ્ડિંગો બનશે, આ વિસ્તારોમાં અપાઇ મંજૂરી

અમદાવાદમાં આકાશને આંબતી બિલ્ડિંગો બનશે, આ વિસ્તારોમાં અપાઇ મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Skyscraper buildings: શહેરમાં 3 ઈમારતને હાઈરાઈઝ બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. હવે શહેરમાં 30થી 33 માળની ગગનચુંબ બિલ્ડિંગો બન

અમદાવાદ: વિકાસ કાર્યો થકી શહેરની તસવીર બદલાઇ રહી છે, ત્યારે હવે અમદાવાદ શહેરમાં વિદેશ જેવી ગગગચુંબી ઇમારતો જોવા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આને લઈને નિણર્ય લેવામાં આવ્યો છે. શહેરના સોલા, બોડકદેવ અને શીલજ વિસ્તારમાં 30થી 33 માળની ગગનચુંબ બિલ્ડિંગ બનશે. જ્યારે અગાઉ બે ઇમારતોને મંજૂરી મળી હતી. હવે વઘુ ઈમારતોને પરવાનગી આપવામાં આવી છે.

30થી 33 માળની ગગનચુંબ બિલ્ડિંગ બનશે

સતત વિકાસના માર્ગે ઝડપથી દોડી રહેલા અમદાવાદ શહેરની કાયાપલટ થઇ રહી છે. આવામાં શહેરમાં 3 ઈમારતને હાઈરાઈઝ બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. હવે અમદાવાદમાં 30થી 33 માળની બિલ્ડિંગ બનશે. શહેરના સોલા, બોડકદેવ, શીલજમાં ઊંચી ગગનચુંબી ઈમારતો બનશે. AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બે ઈમારતને મંજૂરી મળી હતી. ખાસ કરીને, અમદાવાદમાં અનેક વિકાસકાર્યો હાથ ધરાઇ રહ્યા છે અને ધીમે-ધીમે શહેરની તસવીર બદલાઇ રહી છે. આવામાં શહેરમાં મુંબઇ જેવા શહેરોમાં જોવા મળતી ઊંચી ઇમારતો હવે અમદાવદમાં પણ જોવા મળશે. આ અંગે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ શહેરના ત્રણ વિસ્તારમાં 33 માળ સુધીના બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ‘છેલ્લો શો’ ફિલ્મની રિલીઝ પહેલા જ બાળ કલાકારનું અમદાવાદમાં અવસાન

અમદાવાદના વિવિધ રોડનું નામકરણ કરાયું

બીજી બાજુ, અમદાવાદના વિવિધ રોડનું નામકરણ કરાયું છે. આ ટીપી કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નામકરણમાં રબારી સમાજના ધર્મગુરુ, અગ્રણીના નામ આપવામાં આવ્યા છે. ઈસનપુર વોર્ડમાં વિશાલનગરથી મહારાણા પ્રતાપ સોસાયટી સુધીનો માર્ગ વાળીનાથ માર્ગ, વિશાલનગર ચાર રસ્તાને ગોગા મહારાજ ચોક, ઓઢવ વોર્ડમાં મોમાઈનગર રબારી વસાહત ચાર રસ્તાને બ્રહ્મલીન બળદેવ ગિરિબાપુ ચોક, ઇન્ડિયા કોલોની વોર્ડમાં સુહાના હોટેલ ચાર રસ્તા પર સર્કલનું સ્વ સાગર ભાઈ દેસાઈ સર્કલ નામકરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરાયો હોવાની ચર્ચા છે. હાલ રબારી સમાજ સરકારથી નારાજ ચાલી રહ્યો છે, ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી નામકરણની ચર્ચા થઇ રહી છે.
First published:

Tags: Ahmedabad news, AMC latest news, Gujarat News