શહેરમાં વધુ એક વિસ્તારમાં માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોન (પ્રતિકાત્મક તસવીર)
Ahmedabad Corona Cases: હાલમાં કોરોનાનાં વધતા કેસને જોઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન શહેરમાં હતાં જેમાં આ પાંચમો બોપલ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરાયો છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આવેલાં ઇસ્કોન પ્લેટિનિયમનાં B બ્લોનો બીજો માળ સીલ કરવામાં આવ્યો છે. અહીં B 201, 202, 203 અને 204 નંબરનાં ફ્લેટને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. આ ચાર ઘરમાં 15 લોકો રહે છે. અમદાવદનો આ નોર્થ વેસ્ટ ઝોન તરીકે ઓળખાય છે.
હાલમાં કોરોનાનાં વધતા કેસને જોઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન શહેરમાં હતાં જેમાં આ પાંચમો બોપલ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરાયો છે. આ પહેલાં ઇસનપૂર, ચાંદખેડા, બાદમાં નવરંગપુરા અને આંબાવાડી વિસ્તાર માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોન તરીકે ઉમેરાયો છે.
ગુજરાતમાં બે દિવસ કોરોના કેસોમાં વધારો થયા બાદ ગત રોજ દેવદિવાળીના (DevDiwali) દિવસે કોરોનાના કેસમાં (coronavirus case) ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ (Gujarat coronavirus update) અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસો નોંધાયા છે. જોકે, અમદાવાદ શહેરમાં (Ahmedabad city corona) હજી પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં નવા 10 કેસ નોંધાાય છે. જ્યારે રિકવરી રીટ 98.74 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યારની કોરોના વાયરસ અંગેની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36 કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોરોનામાં રિકવરી રેટ 98.74 ટકા રહ્યો છે.
શુક્રવારનાં રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં નવા કોરોના કેસો અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 8, નવસારીમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, આણંદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, કચ્છમાં 1, સાબરકાંઠા 1, સુરતમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય શહેર અને મહાનગરપાલિકાઓમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અને એકપણ મોત થયું નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર