Home /News /ahmedabad /Ambalal Patel forecast: જળતાંડવ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી, કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદની શક્યાતા

Ambalal Patel forecast: જળતાંડવ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી, કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદની શક્યાતા

અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે.

Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજ્યમાં 24 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે. સાથે જ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદની શક્યાતા છે.

    ગુજરાત આખામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જોકે, અત્યંત ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે આજથી રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. 24મી ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજ્યમાં 24 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે. સાથે જ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદની શક્યાતા છે. થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘસવારી આવશે. આ વખતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.

    તમને જણાવી દઇએ કે, રાજ્યમાં વરસાદી વાદળો છવાયા છે. 24 ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનાના કેટલાંક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 27 થી 30 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા રાજ્યના કેટલાક વિસ્તારોને ધમરોળશે.



    અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને અહીં ફરી એકવાર તોફાની વરસાદ તૂટી પડવાની સંભાવના છે. આ ઉપરાંત નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

    આ પણ વાંચો- અંબાજીનું પવિત્ર માનસરોવર કુંડ 6 વર્ષ બાદ વરસાદી પાણીથી ઓવરફ્લો થયું

    અંબાલાલે કહ્યું કે બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 8મી સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાત થશે જેના કારણે પણ રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.आ
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon 2022, અંબાલાલ પટેલ, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन