Home /News /ahmedabad /

Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આ દિવસોમાં પડશે ધોધમાર વરસાદ

Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આ દિવસોમાં પડશે ધોધમાર વરસાદ

અંબાલાલ પટેલ

Ambalal Patel rain forecast: "24 જૂનથી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે."

    અમદાવાદ: ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ (Meteorological Depart) તરફથી આજે (20 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel rain forecast) ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ચોમાસું સારું રહેશે. આ ઉપરાંત 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ (Gujarat monsoon 2022) પડશે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 22 જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે જ અંબાલાલ પટેલે (Ambalal Patel) ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા.

    ચોમાસું કેવું રહેશે?


    લા નિનોની અસરને પગલે પાછલું ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે.

    વરસાદની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે?


    24 જૂનથી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

    ખેડૂતો ક્યાં સુધી વાવણીની તૈયારી કરી રાખે?


    આદ્રા નક્ષત્રમાં વાવણી થાય તો સારું કહેવાય. વરસાદનું પીક પોઈન્ટ આદ્રા નક્ષતમાં છે. આ નક્ષત્ર 22મી જૂનથી બેસે છે.

    ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેવા વરસાદની અપેક્ષા?


    ઓગસ્ટ માસના પ્રથમ માસમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

    સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ?


    દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. અમરેલી અને ગીરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.


    કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદ?


    કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગમાં આદ્રા નક્ષત્રમાં વરસાદ પડશે. 22 જૂનથી ત્રણ જુલાઈ સુધી આ વિસ્તારોમાં વરસાદ પડશે. આ દરમિયાન વાવણી કરવી હિતાવહ છે. વાવણી થયા બાદ તેના પર ક્યારે વરસાદ પડશે તે કહી શકાય નહીં.

    આ વર્ષે ચોમાસું કેવું રહેશે?


    ખેડૂતો માટે એકંદરે આ ચોમાસું સારું રહેશે. ઓગસ્ટના પાછલા દિવસો અને સપ્ટેમ્બરના દિવસોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર