Home /News /ahmedabad /ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel on Monsoon 2022: અંદાજ પ્રમાણે કેરળમાં 27મી મેથી પહેલી જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. કેરળમાં વરસાદના આગમન બાદ સામાન્ય રીતે 15-20 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું આગમન થતું હોય છે.

અમદાવાદ: કેરળમાં આ વર્ષે 27મી મેની આસપાસ નૈઋત્યના ચોમાસા (Monsoon 2022)નું આગમન થઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ (Kerla Rain) બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે (Meteorological department) દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર (Rohini Nakshatra) પરથી ખબર પડશે.

અંબાલાલ પટેલની આગાહી


અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, "આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે. મુંબઈમાં 10મી જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે. બીજી તરફ 15 જૂન સુધીમાં સુરતની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. 20મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્ર વરસાદ અંગે સૂચન કરતું હોય છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે."

કેરળમાં ચોમાસાનું આગમન ક્યારે?


અંદાજ પ્રમાણે કેરળમાં 27મી મેથી પહેલી જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. કેરળમાં વરસાદના આગમન બાદ સામાન્ય રીતે 15-20 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું આગમન થતું હોય છે. આ વર્ષે પણ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થતું હોય છે. દક્ષિણમાં વરસાદના આગમન બાદ ચારથી પાંચ દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે.


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પડેલો વરસાદ


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બે વર્ષ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં પડેલો સરેરાશ વરસાદ


વર્ષ  વર્ષ   સરેરાશ વરસાદ
201735.77112.18%
201825.176.73%
201946.95146.17%
202044.77136.85%
202132.5698.48%



છેલ્લા 9 વર્ષમાં રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થયું?
વર્ષતારીખ
201113 જૂન
201217 જૂન
20139 જૂન
201415 જૂન
201513 જૂન
20122 જૂન
201712 જૂન
201823 જૂન
201925 જૂન




આ વર્ષે રાજ્યમાં વહેલું ચોમાસું


હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે ગુજરાતમાં જૂનના પ્રારંભ પહેલાથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જે બાદમાં 15મી જૂન સુધીમાં વરસાદનું આગમન થઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોમાસાનું આગમન થોડું મોડું થઈ શકે છે.
First published:

Tags: Ambalal Patel, IMD, Monsoon 2022, Weather forecast, વરસાદ