Home /News /ahmedabad /Gujarat Weather Forecast: દિવાળી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, અંબાલાલ પટેલે કરી છે નવી આગાહી

Gujarat Weather Forecast: દિવાળી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, અંબાલાલ પટેલે કરી છે નવી આગાહી

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, 14થી 17 ઓક્ટોબરના વાતાવરણમાં પલટો આવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની શક્યતા છે.

અમદાવાદ : ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તેમ છતાં રાજ્યમાં સામાન્ય વરસાદ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 13 ઓક્ટોબર સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. મહેસાણા, બેચરાજી, કડી, અમદાવાદ, વડોદરાના ભાગોમાં વરસાદની શકયતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં અમરેલી વેરાવળ સહિતના ભાગોમાં વરસાદની શકયતા રહેશે. આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા રહેશે. બંગાળ ઉપસાગરમાં હવાના હળવા દબાણ સક્રિય થશે. જેના કારણે વારંવાર વાતાવરણ પલટો આવશે. દિવાળી સુધી વાતાવરણ પલટો આવ્યા કરશે.

અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, 14થી 17 ઓક્ટોબરના વાતાવરણમાં પલટો આવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની શક્યતા છે. સામાન્ય હળવા વરસાદી ઝાપટા આવી શકે છે. ધીમે ધીમે ઈશાન તરફના પવન ફૂંકાવવાના શરૂ થઈ જશે અને ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે. દિવાળી પર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે. એવું કહેવાય છે કે, હસ્ત નક્ષત્ર ગાજે તો આવતા વર્ષનો કોલ ગણાય છે અને આવતું ચોમાસુ સારું જાય છે.

આ પણ વાંચો: પાટીલનો અનંત પટેલ પર પલટવાર

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, વરસાદ અંગેનું સંશોધન કરવાનું જરૂર છે એશિયા ખંડના દેશોની અસર, સમુદ્રના પ્રવાહોની અસર, બાબતો અંગે અભ્યાસ કરવાની જરૂર છે. વૈશ્વિક અસર ભારતના હવામાન પર જોવા મળશે.પશ્ચિમી વિક્ષેપોના કારણે દેશના ઉત્તરિય પર્વતો પર વાદળો છવાશે. દિવાળીની આસપાસ વાતાવરણમાં પલટો આવશે. 19 નવેમ્બર આસપાસ દરિયા દક્ષિણ ભારતમાં મારફાળ વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 આ પણ વાંચો: પીએમ મોદીએ ગુજરાતના શોર્યજીતનો વીડિયો કર્યો છે શેર

હવામાન વિભાગએ પણ આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની શકયતા છે. આજે એટલે કે, 9 ઓક્ટોબરના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે.


તેમજ વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગરમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30થી 40 kmની ઝડપે પવન ફૂંકાશે સાથે સામાન્ય વરસાદનું અનુમાન છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, હવામાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन