Home /News /ahmedabad /

અમદાવાદી યુવકનું કમાલનું ઇનોવેશન, ટુ વ્હીલરમાં આ કીટ લગાવશો તો પેટ્રોલનો ખર્ચ 90 ટકા ઘટશે

અમદાવાદી યુવકનું કમાલનું ઇનોવેશન, ટુ વ્હીલરમાં આ કીટ લગાવશો તો પેટ્રોલનો ખર્ચ 90 ટકા ઘટશે

આ કીટ બનાવવામાં તેમને 1 મહિના જેટલો સમય લાગ્યો છે.

વિપુલભાઈનું કહેવું છે કે આ ડ્યુઅલ કીટ કોઈ પણ ટુ વ્હીલર બાઇક, એક્ટિવા, બુલેટ સહિતના વાહનોમાં સરળતાથી લગાવી શકાય છે. કીટનું કુલ વજન 10 કિલો જેટલું છે. આ કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા/1 કિમિ બાઇક ચાલશે.

અમદાવાદ: મોંઘવારીના આ સમયમાં પેટ્રોલના ભાવ (Petrol Price Hike)આસમાને પહોંચ્યા છે. એવા સમયમાં મધ્યમ અને ગરીબ વર્ગના હાલ બેહાલ છે. પેટ્રોલના વાહનના વિકલ્પમાં હવે ઇલેક્ટ્રિક વ્હીકલ (electric vehicle) આવ્યા તો છે પણ તે પ્રમાણમાં મોંઘા છે. તેવામાં અમદાવાદ (Ahmedabad)ના એક વ્યક્તિએ કમાલનું ઇનોવેશન (Innovation) કર્યું છે. તેણે એક એવી કીટ તૈયાર કરી છે જે પેટ્રોલના ટુ વ્હીલરમાં લગાવવામાં આવે તો પેટ્રોલનો ખર્ચ 90 ટકા ઘટી જશે. કિટની મુખ્ય વિશેષતા એ છે કે કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા/1 કિમિ બાઇક ચાલે છે. તેમની આ મહેનત જોઈને કોઈ પણ કહી ઉઠશે અદભુત ઇનોવેશન છે.

ગુજરાત યુનિવર્સીટીના GUSEC સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કરવા માંગતા યુવાઓને પ્રોત્સાહના આપે છે જે અંતર્ગત વિપુલ પટેલ નામના યુવાને GUSEC માં અરજી કરી હતી. જેને એપ્રુવલ મળતા જ સરકાર તરફથી ફંડ પણ પણ મળ્યું. યુનિવર્સીટી તરફથી મેનેજમેન્ટ, રાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ સહિતમાં મદદ મળી. શરૂઆતમાં 4 લાખની ગ્રાન્ટ પણ મળી ગઈ. વિપુલ ભાઈ પોતે વાહનોની મોટર તથા જનરેટર બનાવવાનું કામ કરે છે. વધતા પેટ્રોલના ભાવને કારણે તેમને ઇલેક્ટ્રિક વાહન બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે વિચાર્યુ કે પેટ્રોલથી ચાલતા વાહનને જ ઇલેક્ટ્રિક વાહનમાં કેવી રીતે ફેરવી શકાય તે વિચારીને એક કીટ તૈયાર કરી.

આ કીટ બનાવવામાં તેમને 1 મહિના જેટલો સમય લાગ્યો. પછી 1 વર્ષ સુધી તેમના જ વાહનમાં કીટ લગાવીને ટ્રાયલ કર્યો. આ પ્રયોગ સફળ થયો. ઇલેક્ટ્રિક વાહનો માટે અત્યાર સુધી આ કીટ ચાઈના કે અન્ય દેશોમાંથી આવતી હતી. હવે ભારતમાં આ કીટની બેટરી તથા કોટર વિપુલ પટેલે બનાવી છે. આ કીટ માટે તેમને IPR માં પેટન્ટ પણ કરાવી છે. પેટન્ટ મુજબ કિટનો ઉપયોગ મોટર તથા વાહનોના જનરેટર એમ 2 પ્રકારે થઈ શકાશે.

આ પણ વાંચો- તાપીમાં જમીનના ડખામાં સગા ભાઈએ વિધવા બહેનને મોતને ઘાટ ઉતારી દીધી

વિપુલભાઈનું કહેવું છે કે આ ડ્યુઅલ કીટ કોઈ પણ ટુ વ્હીલર બાઇક, એક્ટિવા, બુલેટ સહિતના વાહનોમાં સરળતાથી લગાવી શકાય છે. કીટનું કુલ વજન 10 કિલો જેટલું છે. આ કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા/1 કિમિ બાઇક ચાલશે. એક વખત બેટેરી ચાર્જ થતા 2 કલાકનો સમય લાગશે અને 80 કિમિ વાહન ચાલશે. આ કીટની બેટરી પુરી થાય તો વાહન પેટ્રોલ પર ચાલી શકે છે. પેટ્રોલ પર વાહન ચાલુ હોય ત્યારે જેટલા કિમિ પેટ્રોલ પર ચાલે તેટલા કિમીની બેટરી ચાર્જ થશે એટલે જેટલુ પેટ્રોલ પર ચાલશે તેટલું બેટરી પર ફરીથી ચાલવા લાગશે.

આ પણ વાંચો- સુરતમાં નાની બાળકીને હવસનો શિકાર બનાવી હત્યા કરનાર આરોપીને 120 દિવસમાં જ ફાંસીની સજા

આ કીટ લગાવવથી પેટ્રોલથી ચાલતા વાહનોમાં 90 ટકા પેટ્રોલ ખર્ચ બચશે. મહત્વનુ છે કે આ કીટ વાહનના ટાયરમાં લગાવવામાં આવે છે જ્યારે બેટરી અન્ય જગ્યાએ લાગે છે. બજારમાં વેચાણ માટે  કોઈ પણ વાહન માટે કીટની કિંમત 42,000 નક્કી કરાઈ છે. કીટ માટે 3 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. કિટની વિગત પણ તેઓએ પોતાની વેબસાઈટ www.wheelectric.in પર મૂકી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarat University's, Gujarati news, Innovation

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन