Home /News /ahmedabad /અમદાવાદના એન્જિનિયર્સનું અદ્ભૂત ઇનોવેશન: આ ઈંટથી ઘર બનાવશો તો AC ની જરૂર નહીં પડે!

અમદાવાદના એન્જિનિયર્સનું અદ્ભૂત ઇનોવેશન: આ ઈંટથી ઘર બનાવશો તો AC ની જરૂર નહીં પડે!

આ ઈંટો બનાવવા માટે એક નવા પ્રકારનું મશીન બનાવવામાં આવ્યું છે.

Bricks made by hydraulic pressure: આ અંગે વિદ્યાર્થીઓના મેન્ટર પ્રો. ઉર્વીશ સોની જણાવે છે કે આ ઈંટ સાદી માટીમાંથી બનેલી છે જેમાં 5 ટકા સિમેન્ટ મિક્ષ કરી બનાવવામાં આવી છે.

અમદાવાદ: ટેકનોલોજીના આ યુગમાં વિવિધ પ્રકારના ઇનોવેશન યુવા વિદ્યાર્થીઓ શોધી રહ્યા છે. ત્યારે અમદાવાદની ગવર્મેન્ટ પોલીટેક્નિકના પ્રોજેક્ટ અને ઇનોવેશન લેબ, આઇ.સી. વિભાગના વિદ્યાર્થીઓએ એક અદભુત ઇનોવેશન કર્યું છે. વિદ્યાર્થીઓએ બ્રિક મેકિંગ મશીન બનાવ્યું છે. જેના દ્વારા માટીમાંથી તૈયાર થતી ઈટોનું જો ઘર બનાવવામાં આવે તો એસી લગાવવાની જરૂર નહીં પડે. કારણ કે ઘરની અંદર આપને થશે ઠંડકનો અહેસાસ.

મહત્વની વાત એ છે કે આ ઈંટ ઈંટોના ભઠ્ઠામાં નહિ પણ હાઇડ્રોલીક પ્રેસ દ્વારા તૈયાર થાય છે જેથી પ્રદુષણમાં ઘટાડો થશે. અમદાવાદ ગવર્મેન્ટ પોલીટેક્નિકના વિદ્યાર્થીઓએ ઈંટો બનાવવા માટેની નવી પદ્ધતિ શોધેલ છે જેમાં કોઈપણ પ્રકારની ભઠ્ઠીની જરૂર પડતી નથી જેથી કાર્બનનું ઉત્સર્જન થતું અટકે છે. આ ઉપરાંત આ પ્રકારની ઈંટો લાલ ઈંટો કરતાં વધુ મજબૂત હોય છે. લાલ ઈંટો કરતાં આ ઈંટો વાતાવરણની ગરમીને રોકી અંદરના વાતાવરણને ઠંડુ રાખે છે.આ ઈંટો બનાવવા માટે એક નવા પ્રકારનું મશીન બનાવવામાં આવ્યું છે. જે હાઇડ્રોલીક પ્રેસ દ્વારા ઈંટો બનાવે છે. આ અંગે વિદ્યાર્થીઓના મેન્ટર પ્રો. ઉર્વીશ સોની જણાવે છે કે આ ઈંટ સાદી માટીમાંથી બનેલી છે જેમાં 5 ટકા સિમેન્ટ મિક્ષ કરી બનાવવામાં આવી છે. આ માટીને 10 ટન હાઇડ્રોલીક દબાણ આપી બનાવવામાં આવે છે. જેથી તમામ પાર્ટીકલ્સ બાઇન્ડ થઈ જાય અને પછી 20 દિવસ સુધી સૂકવવામાં આવે છે. હાઇડ્રોલીક દબાણથી બનતી ઈંટો સામાન્ય કરતાં વાતાવરણની ગરમીને રોકીને મકાનની અંદરનું તાપમાન ઓછું રાખે છે. જેનાથી AC ની જરૂર પડતી નથી.

આ પણ વાંચો- રાજકોટમાં પોલીસ જવાને ઝેરી દવા પી કર્યો આપઘાત, હોસ્પિટલના બીછાને તોડ્યો દમ

જો ઘરની બહાર 42 ડિગ્રી ટેમ્પરેચર હોય તો ઘરમાં 30 ડિગ્રી સુધીના ટેમ્પરેચરનો અહેસાસ થાય છે. જેના દ્વારા વીજળીની બચત થાય છે. કાર્બનનું ઉત્સર્જન ન થતું હોવાથી આ ઈંટો પર્યાવરણને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતી નથી. આ ઈંટો દ્વારા બનાવેલ દિવાલ પર પ્લાસ્ટર કે કલરની જરૂર પડતી નથી. જેથી કેમિકલનો ઉપયોગ પણ ઘટશે. આ ઉપરાંત આ ઈંટની સ્ટ્રેન્થ નોર્મલ લાલ ઈંટ કરતા ડબલ હોય છે.

આ પણ વાંચો-અમદાવાદમાં ફોરેન જવાની ફાઈલમાં ખૂટતા ફેક ડોક્યુમેન્ટ બનાવવાની આખી ફેકટરી ઝડપાઇ

આ સ્ટ્રેન્થનો ટેસ્ટ ગુજરાત સરકારનું અપલાઈડ મિકેનિક ડિપાર્ટમેન્ટ કરી ચૂક્યું છે અને સર્ટિફિકેટ આપ્યું છે. પર્યાવરણને બચાવવા વિધાર્થીઓ જે પ્રોજેકટ બનાવે તેને ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે એક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે વિધાર્થીઓએ તૈયાર કરેલો આ પ્રોજેકટ મુકવામાં આવશે. આ માટે ડિપાર્ટમેન્ટ સમક્ષ પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Innovation, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन