Home /News /ahmedabad /AMAમાં 26 નવેમ્બરે ફિનટેક કોન્ક્લેવ-2022નું આયોજન, નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થશે

AMAમાં 26 નવેમ્બરે ફિનટેક કોન્ક્લેવ-2022નું આયોજન, નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થશે

નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થશે

FinTech Conclave 2022: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શનિવાર તારીખ 26 નવેમ્બરના રોજ યોજાનારી ફિનટેક કોનક્લેવ-2022માં નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થવાના છે.

અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શનિવાર તારીખ 26 નવેમ્બરના રોજ યોજાનારી ફિનટેક કોનક્લેવ-2022માં નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થવાના છે. ફિનટેક કોનક્લેવ-2022માં બેંકીંગ સેકટર, ફિનટેક, નિયમનકારી સંસ્થાઓ અને ફાયનાન્સિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઈડર્સ સાથે મળીને હાલના પડકારયુક્ત સમયમાં તે કેવી રીતે પોતાનુ કામકાજ ચલાવી રહ્યા છે અને વર્તમાન બજાર વ્યવસ્થા પાસે તે કેવી અપેક્ષા રાખે છે તે અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરશે.

નિષ્ણાતોની રહેશે હાજરી


ફિનટેક કોનક્લેવ-2022માં સામેલ થનારા કેટલાક વકતાઓમાં ફિનટેક એડવાઈઝર ક્ષિતીજ શાહ, સાઈનઝીના સીઈઓ અને કો-ફાઉન્ડર અંકિત રતન, ઈન્ફિબિમ એવન્યુઝના એમડી વિશાલ મહેતા, ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટીના સિનિયર કન્સલ્ટન્ટ ઉન્મેષ પાર્ટીવાલા, ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઈન બેંકીંગ ટેકનોલોજીના પૂર્વ ડિરેકટર અને સીઈઓ બી. સમ્બામૂર્તિ, નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચીફ ઓફ ઇનોવેશન વિશાલ કનવટી અને ટ્રુટ્સ એડવાઈઝર્સના સ્થાપક પ્રતેક અગરવાલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પુર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ત્રણ ટર્મથી વિજેતા બનેતા અશ્વિન કોટવાલ વચ્ચે ચુંટણી જંગ

ફિનટેક કોનક્લેવ–2022નું કરવામાં આવ્યું આયોજન


એમપી ફાયનાન્સિયલ સર્વિસિસ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલી ફિનટેક કોનક્લેવ–2022માં નામાંકિત વકતાઓ ફાયનાન્સિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર કઈ રીતે વિકસિત થયું? તેનો વ્યાપ કેવી રીતે વધ્યો? તેની નિયમનલક્ષી વ્યવસ્થા, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, MSME ક્ષેત્ર માટે ધિરાણ અને અન્ય રસપ્રદ વિષયો અંગે પોતાના વિચારો વ્યક્ત કરશે. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના ભૂતપૂર્વ ડીન અને પ્રોફેસર તથા એએમએ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પ્રો.બી.એચ.જાજુ સમાપન પ્રવચન આપશે.

આ પણ વાંચો: આપણે એવા CECની જરૂર છે જે PM સામે પણ પગલાં લઈ શકે: નિમણૂક પ્રક્રિયા પર SC

26 નવેમ્બર યોજાશે કાર્યક્રમ


આ કોન્ક્લેવ તારીખ 26 નવેમ્બરના રોજ AMA સંકુલ ખાતે સવારે 9:30 કલાકે શરૂ થશે અને 5:00 વાગ્યા સુધી ચાલશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શનિવાર તારીખ 26 નવેમ્બરના રોજ યોજાનારી ફિનટેક કોનક્લેવ-2022માં નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થવાના છે. આ કાર્યતક્રમમાં ઘણા વક્તાઓ સામેલ થવાના છે. આ સાથે સાથે તેઓ પોતાના એનુભનવની પણ વાત કરવાના છે. આવનારી પેઢી માટે તેઓ પોતાનું વક્તવ્ય પણ આપવાના છે. તે સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, AMA, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन