પરપ્રાંતિયો પર હુમલા અંગે અલ્પેશે કહ્યુ, 'અમે નમાલા નથી, અમને ફસાવવાનું ષડયંત્ર'

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપ પર આક્ષેપ લગાવતા પરપ્રાંતિયો પર હુમલા ન કરવાની અપીલ કરી.

News18 Gujarati
Updated: October 7, 2018, 2:33 PM IST
પરપ્રાંતિયો પર હુમલા અંગે અલ્પેશે કહ્યુ, 'અમે નમાલા નથી, અમને ફસાવવાનું ષડયંત્ર'
અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: October 7, 2018, 2:33 PM IST
અમદાવાદઃ ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ મામલે આજે રાધાનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ભાજપ પર આક્ષેપો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે સીધો આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકરો ઉત્તર ગુજરાતમાંથી પરપ્રાંતિયોને ભગાડી રહ્યા છે.

બળાત્કાર મામલે રાજનીતિઃ અલ્પેશ

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો પર કોઈ ગુંડાતત્વો હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓ પાછળ ઠાકોર સેના કે તેમના કોઈ કાર્યકરોનો હાથ નથી. આ મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે. આવું કરીને અમારા કાર્યકરોને ફસાવવામાં આવી રહ્યા છે."

પરપ્રાંતિયોનો કોઈ વિરોધ નથી

અલ્પેશે વધુમાં કહ્યં કે, "અમે પરપ્રાંતિયોનો કોઈ જ વિરોધ નથી કરી રહ્યા. ભાજપના કાર્યકરો રાજનીતિ કરીને પરપ્રાંતિયોને અહીંથી ભગાડી રહ્યા છે."  સાથે સાથે અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયોને ટાર્ગેટ ન કરવની વિનંતી પણ કરી હતી.

લોકોને હેરાન કરવાની અમારી પ્રકૃતિ નથી
Loading...

"મારા યુવકોને ફસાવવામાં આવી રહ્યા છે. મારી વિનંતી છે કે નાના રોજગાર સાથે જોડાયેલા લોકોને હેરાન ન કરવામાં આવે. હું મારા તમામ યુવકોને વિનંતી કરું છું કે આપણા નામે જ લોકો હુમલા કરે છે તેમને રોકો. બીજેપી અમને ખરાબ ચિતરવા માટે અમારા સામે ખોટા નિવેદનો કરી રહી છે."

નાયબ મુખ્યમંત્રી પોતાના શબ્દો પરત ખેંચે

"મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું જેલમાં જવા તૈયાર છું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નામ વગર નિવેદન કરે છે. તેમણે પોતાના શબ્દો પાછા લેવા જોઈએ. ગુજરાતમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી અમે અધિકાર યાત્રા નહીં કાઢીએ. અનેક લોકો અમારા નામે બહાર નીકળી રહ્યા છે. આ અલ્પેશ અને તેની ઠાકોર સેનાનો પૂરી કરવાનો પ્રયાસ છે. અમે સાવ નમાલા નથી કે આવા હુમલા કરીએ. ગુરુવારથી હું મારી ઓફિસ બહાર જ સદભાવના ઉપવાસ કરીશ."

શું છે સમગ્ર ઘટના?

હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા ઢુંઢર ભાવપુર ગામમાંથી એક નાની બાળકી ગૂમ થયાની ફરિયાદ નોધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં ખેતરમાં એક બાળકી મળી આવી હતી. તુરંત પોલીસે બાળકીને હોસ્પિટલ દાખલ કરી હતી, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે માસુમ સાથે દુષ્કર્મ થયું છે. આ બાળકી પર નજીકની ફેક્ટરીના મજુરે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની જાણ થતા ગામલોકો રોષે ભરાયા હતા અને સિરામિકની ફેક્ટરીમાં લોકોનાં ટોળાએ તોડફોડ કરી હતી. અહીં પાર્ક કરેલી ત્રણથી વધુ કાર અને એક બાઇક તેમજ ફેક્ટરીના મકાનોમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી.
First published: October 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...