કોંગ્રેસમાં વિશ્વાસઘાત થયો, PMથી પ્રભાવિત થઈને BJPમાં જોડાઉં છું : અલ્પેશ

અલ્પેશ ઠાકોર આજે 200 કારના કાફલા સાથે કમલમ પહોંચી અને ભાજપમાં જોડાશે

News18 Gujarati
Updated: July 18, 2019, 10:53 AM IST
કોંગ્રેસમાં વિશ્વાસઘાત થયો, PMથી પ્રભાવિત થઈને BJPમાં જોડાઉં છું : અલ્પેશ
અલ્પેશ ઠાકોરની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 18, 2019, 10:53 AM IST
જનક દવે, અમદાવાદ : કોંગ્રેસનો હાથ છોડી ઠાકોર નેતા અલ્પેશ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. આજે સાંજે મુખ્ય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં અલ્પેશ ભાજપમાં જોડાશે. અલ્પેશે ભાજપામાં જોડાતા પહેલાં એક વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં છલકપટ થયો, મોહભંગ થયો હવે ગરીબો માટે કામ કરવું છે, વડાપ્રધાનથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું, “ મેં પછાત લોકોના વિકાસ માટે રાજનીતિ શરૂ કરી હતી. રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર છે, અને લોકોની સાથે જોડાયેલી સરકાર છે. અમારી સાથે છળકપટ થયો કે મોહભંગ થયો અને પક્ષની અંદર જ અમે અનેક ષડયંત્રો થયા હતા. હવે ગરીબો માટે પછાતો માટે અનેક કામ કરવાના છે. ગામ, ગરીબ, શોષિત, વંચિતોના વિકાસ માટે હું ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. હું એવા વ્યક્તિત્વનો પ્રશંશક છું જે નાના ગામડાથી નીકળી અને દેશ-દુનિયામાં છવાઈ ગયા છે. ”

આ પણ વાંચો : ક્ષત્રિય ઠાકોરની દીકરી સમાજ બહાર લગ્ન કરે તો દૂધપીતી કરો : નવઘણ ઠાકોર

અલ્પેશે વધુમાં જણાવ્યું “મારી ઠાકોર સેનાએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. પણ હું જે કૉમ્યુનિટી સાથે જોડાયેલો છું તેનના વિકાસ માટે 10-15 વર્ષ રાહ જોઈ શકું તેમ નથી. પહેલાં તો કોંગ્રેસને અમે સારા લાગતા હતા પરંતુ હવે અલ્પેશ ખરાબ થઈ ગયો. કોંગ્રેસમાં પાર્ટી માટે કોઈ લગાવ નથી. કોંગ્રેસ પાસે એક લોકસભાના બૂથમાં 500 એજન્ટ પણ નથી. એવામાં કોંગ્રેસ શું જીતવાની?”


અલ્પેશ સાથે 8-10 હજાર લોકો ભાજપમાં જોડાશે
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. તેમની સાથે 8-10 લોકો સાથે જોડાવા જઈ રહ્યા છે. આજે બપોરે અલ્પેશ સાથે 200 કારનો કાફલો કમલમમાં જશે. અલ્પેશે જણાવ્યું હતું કે હું ખૂબ મોટા પરિવારમાં જોડાવા જઈ રહ્યો છું.

આ પણ વાંચો : સરદાર સરોવર ડેમ પાસે મોડી રાતે 3ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો

કોંગ્રેસમાં એક જ નેતાનું વર્ચસ્વ
કોંગ્રેસ પર આક્ષેપો કરતા અલ્પેશે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં એક જ નેતાનું વર્ચસ્વ છે. કોઈ એક નેતાને ટિકિટ મળે તો આ વર્ચસ્વ વાળા નેતા તેના પાંચ માણસોને તેની સામે અપક્ષ લડાવી દે છે. આ સ્થિતીમાં સંગઠન જીતી શકતું નથી. ભાજપ શિસ્તબદ્ધ કેડર વાળી પાર્ટી છે, અમે લાંબા વિચારના અંતે આ નિર્ણય કર્યો છે.
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...