Gandhinagar: પ્રવેશોત્સવ પહેલા પ્રવાસી શિક્ષકની ફાળવણી, શાળા સંચાલક મંડળની માંગ પર મંજૂરીની મહોર
Gandhinagar: પ્રવેશોત્સવ પહેલા પ્રવાસી શિક્ષકની ફાળવણી, શાળા સંચાલક મંડળની માંગ પર મંજૂરીની મહોર
શાળાઓનું નવુ સત્ર શરૂ થયુ અને નવા સત્રની સાથે જ શિક્ષકોની ઘટ સામે આવી હતી.
શાળાઓનું નવુ સત્ર શરૂ થયુ અને નવા સત્રની સાથે જ શિક્ષકોની ઘટ સામે આવી હતી. તેમજ 23, 24 અને 25 જૂન સુધી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાય તે પહેલા શાળા સંચાલક મંડળ અને શૈક્ષણિક સંગઠોનો દ્વારા પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવા માંગ કરાઈ હતી.
અમદાવાદ: રાજ્યમાં 23 તારીખથી શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે તે પહેલા શિક્ષણ વિભાગે (Gujarat Education Department) જ્યાં શિક્ષકો (Teacher)ની ઘટ છે અને જગ્યા ખાલી છે ત્યાં પ્રવાસી શિક્ષકો માટે ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું અને શાળા પ્રવેશોત્સવ પણ શરૂ થઈ રહ્યો છે ત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવા માંગ કરવામાં આવી હતી. જે માંગણી શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે.
શાળાઓનું નવુ સત્ર શરૂ થયુ અને નવા સત્રની સાથે જ શિક્ષકોની ઘટ સામે આવી હતી. તેમજ 23, 24 અને 25 જૂન સુધી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાય તે પહેલા શાળા સંચાલક મંડળ અને શૈક્ષણિક સંગઠોનો દ્વારા પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવા માંગ કરાઈ હતી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ અને ધો. 9 થી 12માં 6 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. વેકેશન દરમિયાન જ શાળા સંચાલકો દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી છતા કોઈ ભરતી પ્રક્રિયા કરવામાં આવી ન હતી.
રાજ્ય શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકો એ કાયમી ઉકેલ નથી. કાયમી શિક્ષક પોતાની શાળામાં શિક્ષણ કાર્ય કરે તે જરૂરી છે પ્રવાસી શિક્ષક એક પ્રકારનું થિંગડું જ છે. મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માટે પ્રવાસી શિક્ષકની માંગ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે શાળા સંચાલક મંડળની રજુઆત પર આખરે શિક્ષણ વિભાગે મંજૂરીની મહોર મારી છે. વિદ્યાર્થીઓના અભ્યાસના વ્યાપક હિતમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ માટે રારકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત શિક્ષકોથી ના ભરાય ત્યાં સુધી તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની નિયત કરવામાં આવ્યા છે અને મુદત વર્ષ 2022-23નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવવાની સાથે તાસદીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતનમાં સુધારો કરાયો છે.
માધ્યમિક શિક્ષણ તારાદીઠ માનદ વેતન 175 મહત્તમ દૈનિક તાસ 5 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.875 અને ઉચ્ચતર માર્યામક શિક્ષણ તાસ દીઠ માનદ વેતન 200 મહત્તમ દૈનિક તાસ 4 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.800 કરાયું છે. પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.10,500/ - થી વધે નહીં તે મુજબ માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ. 16,500/ થી વધે નહીં તે મુજબ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.16,700/ થી વધે નહીં તે મુજબ રહેશે તે પ્રકારનો ઓર્ડર કરાયો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર