યૂપીમાં બસપાના નેતાની ગોળીઓ ધરબી હત્યા, મૃતક પર નોધાયા હતા 30 ગુના

A
Updated: January 1, 1970, 5:30 AM IST
યૂપીમાં બસપાના નેતાની ગોળીઓ ધરબી હત્યા, મૃતક પર નોધાયા હતા 30 ગુના
યુપીના ઇલાહાબાદના મઉ આઇ જિલ્લામાં જુની ચુંટણી અદાવતને લઇ બહુજન સમાજ પાર્ટી(બસપાના નેતા મોહમ્મદ સમીની ગોળીઓ ધરબી હત્યા કરી દેવાઇ છે.શમી અલ્લાહબાદના દુબાહી ગામના રહેવાસી છે. અને મઉ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ અહીના ત્રણવાર બ્લોક ચીફ પણ રહી ચુક્યા છે.શમી આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવાર સુજીત કુમાર મૌર્ય સામે માત્ર ચાર મતે હારી ગયા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
યુપીના ઇલાહાબાદના મઉ આઇ જિલ્લામાં જુની ચુંટણી અદાવતને લઇ બહુજન સમાજ પાર્ટી(બસપાના નેતા મોહમ્મદ સમીની ગોળીઓ ધરબી હત્યા કરી દેવાઇ છે.શમી અલ્લાહબાદના દુબાહી ગામના રહેવાસી છે. અને મઉ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ અહીના ત્રણવાર બ્લોક ચીફ પણ રહી ચુક્યા છે.શમી આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવાર સુજીત કુમાર મૌર્ય સામે માત્ર ચાર મતે હારી ગયા હતા. નોધનીય છે કે આ ઘટના રવિવારે પોલીસ સ્ટેશન નજીક જ બની હતી. મૃતક પાંચવાર જિલ્લા પ્રમુખ રહી ચુક્યો છે. વિસ્તારના જાણીતા હિસ્ટ્રીશીટર બસપા નેતાને તેની ઓફિસ બહાર જ ગોળિઓ મારી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ ઘટના પછી મૃતકના પરિવારજનોએ ભાજપા નેતા અને હાલના બ્લોક પ્રમુખ સમેત ચાર લોકો સામે હત્યાનો ગુનો નોધાવ્યો છે. પરિવારનો આરોપ છે કે ચુંટણીની અદાવત રાખીને ભાજપ નેતાએ સાથીઓ સાથે મળી આ હત્યાને અંજામ આપ્યો છે. સમી સામે નોધાયેલા છે 30થી વધુ ગુના પોલીસે પરિવારના આરોપ પર ભાજપના નેતા સામે કેસ નોધી તપાસ શરૂ કરી છે. મૃતક બસપા નેતા સામે કેટલાયો પોલીસ સ્ટેશનોમાં 30થી વધુ ગુનાઓ નોધાયેલા છે. કુંડા અને ઇલાહાબાદથી વિધાનસભા ચુંટણી લડી ચુકેલ મોહમ્મદ સમીની હત્યાના સમાચારથી સ્થળ પર તેના સમર્થકોની ભીડ જામી હતી અને હંગામો મચ્યો હતો.
First published: March 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर