અલ્પેશ ઠાકોર વિરુદ્ધના તમામ પુરાવા ગુમ થઈ ગયા, અરજદાર શંકાસ્પદ ભૂમિકામાં

News18 Gujarati
Updated: October 16, 2019, 8:47 PM IST
અલ્પેશ ઠાકોર વિરુદ્ધના તમામ પુરાવા ગુમ થઈ ગયા, અરજદાર શંકાસ્પદ ભૂમિકામાં
પિટિશન કરનાર સુરેશ સિંગલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પર અનેક આરોપ લગાવ્યા છે. તેમણે પોતાના વકીલને 11 કરોડની ઓફર આપવામાં આવી હોવાની વાત કરી હતી

પિટિશન કરનાર સુરેશ સિંગલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પર અનેક આરોપ લગાવ્યા છે. તેમણે પોતાના વકીલને 11 કરોડની ઓફર આપવામાં આવી હોવાની વાત કરી હતી

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: અરજદાર સુરેશ સિંગલ, જેમણે એસસીએ / 17208/2019 દાખલ કરી હતી, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિસ્પોન્ડન્ટ નં. 3 અલ્પેશ ઠાકોર અને પ્રતિવાદી નં. 4 ધવલસિંહ ઝાલા, આજે તેમણે (સુરેશ સિંગલ, પિટિશનર)એ સોગંદનામા સાથે એક લેખિત નિવેદન નોંધાવ્યું છે. સુરેશ સિંગલે જણાવ્યું છે કે, પાછી ખેંચી લેવાનાં કારણો એ છે કે તે અલ્પેશ ઠાકોર વિરુદ્ધના કેટલાક નિર્ણાયક પુરાવા રજૂ કરી શક્યા નથી, કારણ કે તે બધા પુરાવા અને પુરાવા તેમના દ્વારા ખોવાઈ ગયા છે. તો સુરેશના વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યું હતું કે, મેં સુરેશ સિંગલને પૂછ્યું કે તેણે આવા ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા ગુમ થયાની પોલીસ ફરિયાદ આપી છે? સુરેશ સિંગલે જવાબ આપ્યો કે તેને ખબર નથી કે તેને ક્યાં જવું અને કેવી રીતે ફરિયાદ કરવી. આ ખૂબ ખરાબ મજાક છે કે તેને ખબર નથી કે ક્યાં જવું અને કેવી રીતે ફરિયાદ કરવી. હું સુરેશ સિંગલ વિરુદ્ધ તમામ જરૂરી પુરાવાઓ ગુમ કરવા અને મને તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવીશ. અરજદારના કુલ ડિફોલ્ટને કારણે, આજે 1.40 વાગ્યે સુનાવણીમાં હાઇકોર્ટને અપાયેલા તેમના લેખિત નિવેદનો પર પીટીશન પાછી ખેંચી લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ઇલેક્શન લડતાં રોકવાની પિટિશનમાં રોજ નવા વળાંકો આવી રહ્યા હતા. તેમાં નવો એક વળાંક આવ્યો હતો. પિટિશન કરતા સુરેશ સિંગલ દ્વારા તેમના જ વકીલ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા બાદ પિટિશનકર્તાએ વકીલને ફોન કરી કેસ ના છોડવા વિનંતી કરી હતી તથા ઉશ્કેરાટમાં આક્ષેપો કર્યા હોવાનું કહ્યા બાદ વકીલે પોતાનો આ કેસમાંથી ખસી જવાનો નિર્ણય બદલ્યો હતોને કોર્ટ સમક્ષ રજૂઆત કરવા વધુ સમય માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુરેશ સિંગલ દ્વારા તેમના જ વકીલ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતી વખતે ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો સામે તેમના વકીલ ધર્મેશ ગુર્જરે પણ સુરેશ સિંગલ સામે પ્રતિ આક્ષેપો કરી અને આ કેસમાંથી ખસી જવામાં આવશે અને સુરેશ સિંગલ વિરુદ્ધ તે પોલીસ ફરિયાદ નોંધાવશે તેવું પ્રેસ કોન્ફરન્સ કરી જણાવેલ હતું. અલ્પેશે મારા જ વકીલ સાથે મળીને મારી સામે ષડયંત્ર રચ્યું છે તેવો આરોપ સુરેશ સિંગલે લગાવ્યો હતો.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનાર સુરેશ સિંઘલે અલ્પેશ ઠાકોર અને પોતાના વકીલ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. સુરેશ સિંઘલે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મારા જ વકીલ સાથે મળીને મારી સામે ષડયંત્ર રચ્યું છે. તો સામે વકીલ ધર્મેશ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, મારે અલ્પેશ ઠાકોર કે ધવલસિંહ ઝાલા સાથે કોઈ પણ પ્રકારના સંબંધો નથી. હું તેમને ક્યારેય મળ્યો નથી કે મારી પાસે એનો કોઈ કોન્ટેક્ટ નંબર નથી કે જેથી કરીને એમના સંપર્કમાં આવી શકું માટે મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. તેને એમ પણ જણાવ્યું હતું કે, તેમના ઉપર જે પૈસા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પૈસા તેમને સુરેશ સિંગલે તેમને ૧૧ લાખની વકીલાતની ફી પેટે આપ્યા હતા. જેની રીસીપ્ટ તેમણે સુરેશ સિંગલ ને આપેલ છે. આ સાથે ધર્મેશે જણાવ્યું હતું કે, મારા ઉપર લગાવેલા પાયાવિહોણ આક્ષેપો ને કારણે હું આવતીકાલ હાઇકોર્ટમાં પિટિશનની સુનાવણી છે તે દરમિયાન આ કેસમાંથી રાજીનામું આપી દઈશ. સાથે એમ પણ આક્ષેપ કર્યો હતો કે, સુરેશ સિંગલ ને તેના આકાઓ જે દિલ્હી માં બેઠાં છે તેમના તરફથી 200 કરોડની ઓફર કરવામાં આવી છે જેથી સુરેશ સિંગલ આ કેસને જેટલો બને એટલો વધુ ચગાવે.

કોગ્રેંસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પેટા ચૂંટણી લડવા દેવાના વિરોધમાં હાઇકોર્ટમાં સુરેશ સિંઘલ દ્વારા અરજી કરાઇ હતી. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે સુરેશ સિંઘલે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સુરેશ સિંઘલે અલ્પેશ અને ધવલસિંહ પર હાઇકોર્ટમાં પિટિશન કરનારને લાલચ આપવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. આ સિવાય સમાજના નામે રાજકીય રોટલા શેક્યાના આરોપ લગાવી રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો હતો. સુરેશ સિંઘલે કરેલી અરજીમાં એડવોકેટ ધર્મેશ ગુર્જરે એવી દલીલ કરી હતી કે, આગામી 21મી ઓકટોબરે યોજાનારી રાધનપુર અને બાયડની બે બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ઉમેદવારી રદ થવી જોઇએ. બન્નેને ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે કોગ્રેંસની અરજી પેન્ડિંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશ સિંઘલ દારૂબંધી ઝૂંબેશમાં અલ્પેશ ઠાકોર સાથે જોડાયા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ગુજરાત હાઇકોર્ટમાં સુરેશ સિંઘલે પિટિશન કરી હતી. સુરેશ સિંઘલે પોતાની પિટિશનમાં અલ્પેશ વિરુદ્ધ કોર્ટમાં અનેક પુરાવા આપ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે હાઇકોર્ટમાં થયેલી પિટિશન અંગે મોટો ખુલાસો થયો છે. પિટિશન કરનાર સુરેશ સિંગલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પર અનેક આરોપ લગાવ્યા છે. તેમણે પોતાના વકીલને 11 કરોડની ઓફર આપવામાં આવી હોવાની વાત કરી હતી. હાલ વકીલને કોના દ્વારા ઓફર કોના દ્વારા કરાઈ તેનો સુરેશ સિંગલે સનસનીખેજ ખુલાસો કર્યો છે. પરંતુ વકીલે ઓફર ઠુકરાવતા મારી સામે અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ ષડયંત્ર કર્યું હતું. તેમણે એવું પણ ઉમેર્યું કે, મારા જ વકીલ સાથે મળીને બંનેએ ષડયંત્ર રચ્યું છે. તમને જણાવી દઇએ કે, સુરેશ સિંઘલના 2 ભાઈઓ દારૂના નશાના કારણે મૃત્યુ પામ્યા હતા. ભાઈઓના મોત બાદ અલ્પેશે જ્યારે દારૂબંધીની લડત ઉપાડી હતી. તેમાં સિંઘલ જોડાયા હતા.
First published: October 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...