Home /News /ahmedabad /રાજ્યમાં મોટાભાગના જીલ્લામાં મેઘરાજાની ફરી બેટિંગ, સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો

રાજ્યમાં મોટાભાગના જીલ્લામાં મેઘરાજાની ફરી બેટિંગ, સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો

અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવી હવામાન વિભાગની આગાહી છે.

અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવી હવામાન વિભાગની આગાહી છે.

  બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વેલમાર્ટ લો-પ્રેશર અને વાવાઝોડાના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ રી- એન્ટ્રી કરી છે. ભાદરવાની ગરમીમાં ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે અમુક જગ્યાઓએ ધીમીધારે વરસાદ વરસ્યો. વરસાદને કારણે બફારાથી રાહત મળી, જ્યારે ખેડૂતો માટે વરસાદ સોના સમાન બન્યો, રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં નોંધાયો અહીં બે ઇંચ વરસાદ પડ્યો, છોટા ઉદેપુરમાં દોઢ ઇંચ વરસાદ, નસવાડી, બોડેલી અને જાંબુઘોડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો. આ ઉપરાંત ગાંધીનગર અને વડોદરામાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડયા. જ્યારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં અડધો ઇંચ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં 7 મીમી વરસાદ થયો છે.

  અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને દેશભરના યાત્રીકો અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા છે. ત્યારે અંબાજીમા વરસાદના અમી છાંટણા થયા હતા. ભારે વરસાદી ઝાપટાથી યાત્રિકોમાં દોડધામ થઇ હતી. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી સ્થાનિકો અને યાત્રીકોએ રાહતનો શ્વાસ લીધો. આ ઉપરાંત છોટા ઉદેપુરના પાવી, પંચમહાલના હાલોલ, તાપીના નિઝર, વડોદરાના વાઘોડીયા, કલોલ, દાહોદ જિલ્લાના દાહોદ અને ઝાલોદ તથા નર્મદા જિલ્લાના તિલકવાડા તથા ગરુડેશ્વરમાં સામાન્ય ઝાપટાઓ પડયા છે. મોન્સુન સિસ્ટમ જો યથાવત રહી તો આગામી 24 કલાક દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવી હવામાન વિભાગની આગાહી છે.

  અમદાવાદમાં પણ બપોરે વાદળછાયું વાતાવરણ બનતા વરસાદની આશા હતી. ત્યારે બપોરે અમદાવાદના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને બોપલ, ઘુમા, એસ.જી હાઈવે, વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં છાંટા પડ્યાં હતાં.

  ક્યાં કેવો વરસાદી માહોલ

  જો અમદાવાદ શહેરની વાત કરીએ તો, સમગ્ર અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. પૂર્વ વિસ્તારમાં મણિનગર, હાટકેશ્નર, ઈસનપુર, અમરાઈવાડી, જશોદાનગર, વસ્ત્રાલ, સીટીએમ, નારોલમાં વરસાદ વરસ્યો છે. આ બાજુ પશ્ચિમ વિસ્તારમાં ચાંદલોડીયા, ઘાટલોડીયા, એસ જી હાઈવે, બોપલ, ઘુમા, ઈસ્કોન સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. વરસાદના કારણે ઠંડક પ્રસરી જતી લાંબા સમયથી ભાદરવાની ગરમીનો તાપ સહન કરી રહેલા શહેરીજનો મોજમાં આવી ગયા છે.  નર્મદા જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરતા લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ગણેશ વિસર્જનમાં અમી છાંટણા પડતા લોકોએ ચાલુ વરસાદે ભક્તોએ ગણેશજીને વિદાય આપી હતી. કાળજાળ ભાદરવાની ગરમીમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, કેટલાય દિવસોના ઉકારાટ બાદ આજે બપોરે બાદ વરસાદનું આગમન શરૂ થતા આનંદ છવાયો છે. બપોરથી ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.  તો અરવલ્લી જીલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મોડાસામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ કાબક્યો છે. બાયડ તાલુકામાં એક ઈંચ વરસાદ, જ્યારે મેઘરજ, માલપુર અને ભિલોડામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. ભીલોડામાં વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો છે. જિલ્લા ભરમાં મેઘરાજાની તોફાની સવારી આવતા ખુશીની લહેર છવાઈ છે.

  આ બાજુ દાહોદ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ અહીં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા, લીમખેડા, ગરબાડા, ધાનપુર, દેવગઢ બારીયા, સીંગવડમા વરસાદ દાહોદ, સુખસર, સંજેલીમા ધોધમાર વરસાદ પડ્યો છે.  જો ગાંઘીનગર શહેરની વાત કરીએ તો અહીંથી પણ ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર શહેરમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાદરવાના તાપથી પરેશાન નાગરીકો લાંબા સમય બાદ વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે.

  પંચમહાલ સમગ્ર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. સતત એકધારા પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમા ખૂશીની લહેર છવાઈ ગઈ છે. ગોધરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જાંબુઘોડામાં એક ઇંચ, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.  તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, હિંમતનગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

  છોટાઉદેપુરની વાત કરીએ તો, અહીં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બપોર 2 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો, કવાંટમાં 2 ઇંચ, છોટાઉદેપુરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી જગતનો તાત ખુશ થઈ ગયો છે. વાદળ છાયું વાતાવરણ છવાયું છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, વધુ વરસાદની શક્યતા છે.  આ બાજુ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, તેવામાં અચાનક વરસાદ આવતા પદયાત્રીકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો છે, પરંતુ કાળજાળ ગરમીથી રાહત મળતા ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

  આણંદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આણંદ, બોરસદ અને આંકલાવ પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Ahmedabad rain, Gujarat heavy rain, Heavy rain

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन