Home /News /ahmedabad /Ahmedabad: અહીં સસ્તા ભાવે મળે છે તમામ ઈલેક્ટ્રોનિકની વસ્તુઓ, જુઓ Video

Ahmedabad: અહીં સસ્તા ભાવે મળે છે તમામ ઈલેક્ટ્રોનિકની વસ્તુઓ, જુઓ Video

X
50%

50% ડિસ્કાઉન્ટ અને 1 રૂપિયાના રોકાણે પણ ખરીદી કરી શકો છો

અહીં LED, રેફ્રિજરેશન, AC, વોશિંગ મશીન, માઈક્રોવેવ ઓવન, RO, ઘરઘંટી, મોબાઈલ, લેપટોપ, પ્રિન્ટર, એર કૂલર, ચિમની, ગેસ સ્ટવ તથા હોમ એપ્લાઈન્સમાં પંખા, ઈસ્ત્રી જેવી તમામ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુનું મોટા પાયે કલેક્શન જોવા મળે છે.

Parth Patel, Ahmedabad: શું તમે ઈલેક્ટ્રોનિકની વસ્તુઓ ઓછા ભાવે ખરીદવા ઈચ્છો છો? જો તમે ખરેખર ખરીદવા ઈચ્છતા હોય તો આ શો રૂમની મુલાકાત લઈ સસ્તા ભાવે ખરીદી કરી શકો છો. અમદાવાદમાં આવેલા વસ્ત્રાલમાં વિશ્વ ઈલેક્ટ્રોનિક શો રૂમ જે અમદાવાદનો સૌથી મોટો 21,000 ચો. ફૂટમાં ફેલાયેલો ઈલેક્ટ્રોનિક શો રૂમ છે. જ્યાં ઈલેક્ટ્રોનિકની વસ્તુઓ માર્કેટ કરતા ખૂબ જ સસ્તા ભાવે અને મોટા પાયે કલેક્શનમાં જોવા મળે છે.

અહીં LED, રેફ્રિજરેશન, AC, વોશિંગ મશીન, માઈક્રોવેવ ઓવન, RO, ઘરઘંટી, મોબાઈલ, લેપટોપ, પ્રિન્ટર, એર કૂલર, ચિમની, ગેસ સ્ટવ તથા હોમ એપ્લાઈન્સમાં પંખા, ઈસ્ત્રી જેવી તમામ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુનું મોટા પાયે કલેક્શન જોવા મળે છે. આ શો રૂમ ફક્ત અમદાવાદમાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ગણાતો સૌથી મોટો ઈલેક્ટ્રોનિક મોલ છે.

આ ઈલેક્ટ્રોનિક વસ્તુની સાથે ફર્નિચરનો પણ સામાન સસ્તા ભાવે મળી રહે છે. જેમાં સોફા, ડબલ બેડ, કબાટ, ત્રિપાઈ, ટેબલ જેવી અનેક વસ્તુઓ પણ જોવા મળે છે. આ શો રૂમની ખાસ વાત કરીએ તો અહીં ઈલેક્ટ્રોનિક આઈટમમાં 1000 કરતા પણ વધારે પ્રોડક્ટનું લાઈવ ડિસપ્લે જોવા મળે છે.

2009 થી LED, રેફ્રિજરેશન, AC, વોશિંગ મશીન, મોબાઈલ, લેપટોપ, ચિમની, ગેસ સ્ટવ જેવી વસ્તુઓ વેચે છે

શો રૂમના માલિક હેમલભાઈ પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે આ બિઝનેસ શરૂ કર્યાને 15 વર્ષ થઈ ગયા છે. અત્યારે હાલમાં સમગ્ર અમદાવાદનો નંબર વન ગણાતો સૌથી મોટો શો રૂમ બની ગયો છે. જેમાં મોટા પાયે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ફર્નિચરનું કલેક્શન જોવા મળે છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરીંગ કર્યું છે. પરંતુ બિઝનેસમાં રસ હોવાથી 2005 માં RO, ઘરઘંટી અને ગીઝર વેચવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL: દૂરના પાર્કિંગથી ગેટ સુધી લઈ જવા 'ફ્રી શટલ સર્વિસ'

ત્યારબાદ 2009 માં LED, રેફ્રિજરેશન, AC, વોશિંગ મશીન, મોબાઈલ, લેપટોપ, ચિમની, ગેસ સ્ટવ જેવી તમામ વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. જો આ પ્રોડક્ટની સ્ટાર્ટિગ રેન્જની વાત કરીએ તો LED 8900 રૂપિયા, AC 27,990 રૂપિયા, રેફ્રિજરેશન 10,990 રૂપિયા, વોશિંગ મશીન 8990 રૂપિયા, લેપટોપ 29,990 રૂપિયા તથા અન્ય વસ્તુઓ 5990 રૂપિયાથી શરૂ થાય છે.

1000 જેટલી પ્રોડક્ટ ડિસપ્લેમાં રાખી છે, 50% ડિસ્કાઉન્ટ અને 1 રૂપિયાના રોકાણે પણ ખરીદી કરી શકો છો

જ્યારે શો રૂમના માલિક વિનોદભાઈ પટેલ એ જણાવ્યું હતું કે તેમણે પીટીસી કર્યું છે. ત્યારબાદ ધોળકામાં સરકારી શિક્ષક તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે. પરંતુ બિઝનેસ કરવાની ઈચ્છાને લીધે સરકારી શિક્ષકની નોકરી છોડી ઈલેક્ટ્રોનિકનો શો રૂમ શરૂ કર્યો. હાલમાં આ શો રૂમમાં ફર્નિચર પણ મળે છે. જેમાં ડબલ બેડ અને કબાટ 8000 રૂપિયાથી શરૂ થાય છે. તથા સોફા 15,000 રૂપિયાથી શરૂ થાય છે.



તેમનો ઉદ્દેશ્ય કસ્ટમરને સસ્તા ભાવે દરેક પ્રોડક્ટ મળી રહે અને ઉત્તમ સર્વિસ આપે તે જ હેતુ છે. નોંધપાત્ર વાત એ છે કે લગભગ આખા ગુજરાતમાં તેમના સિવાય અન્ય કોઈ જગ્યાએ આટલી બધી વેરાયટી જોવા મળતી નથી કે 1000 કરતા વધારે પ્રોડક્ટનું ડિસપ્લે જોવા મળતી નથી. આગામી સમયમાં બીજી નવી ફર્નિચરની પ્રોડક્ટનો ઉમેરો કરવામાં આવશે.

આ શો રૂમમાં સમર સેલ અને ફેસ્ટિવલ ધમાકા ઓફરમાં વસ્તુની ખરીદી પર 50% સુધી ડિસ્કાઉન્ટ અને 1 રૂપિયાના રોકાણે કસ્ટમર ખરીદી કરી શકે છે. નવાઈની વાત તો એ છે કે અહીં 2-3 મૂવીના સોન્ગ પણ આ જગ્યાએ શૂટ કરવામાં આવ્યા છે.

જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો https://vishwelectronics.in/ વેબસાઈટ પર સંપર્ક કરી શકો છો.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Local 18