LIVE: અખિલેશ અને મુલાયમ વચ્ચેની સમાધાન બેઠક પણ નિષ્ફળ, રામગોપાલ યાદવે કહ્યું-હવે ચૂંટણી પંચ જ કરશે ફેંસલો

Haresh Suthar | Pradesh18
Updated: January 3, 2017, 5:02 PM IST
LIVE: અખિલેશ અને મુલાયમ વચ્ચેની સમાધાન બેઠક પણ નિષ્ફળ, રામગોપાલ યાદવે કહ્યું-હવે ચૂંટણી પંચ જ કરશે ફેંસલો
ઉત્તરપ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટી બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. સમાધાનની છેલ્લી આશા હતી એ પણ આજે કારગત નથી થઇ શકી, મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચેની બેઠક પણ જાણે નિષ્ફળ રહી છે. સમાધાનની કોઇ ફોર્મ્યુલા સધાઇ નથી. આ સંજોગોમાં અખિલેશ સમર્થક પ્રો.રામગોપાલ યાદવે લલકાર કર્યો છે કે, હવે તો ચૂંટણી પંચ જ આ અંગે ફેંસલો કરશે.
Haresh Suthar | Pradesh18
Updated: January 3, 2017, 5:02 PM IST
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશની સત્તાધારી સમાજવાદી પાર્ટી બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. સમાધાનની છેલ્લી આશા હતી એ પણ આજે કારગત નથી થઇ શકી, મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચેની બેઠક પણ જાણે નિષ્ફળ રહી છે. સમાધાનની કોઇ ફોર્મ્યુલા સધાઇ નથી. આ સંજોગોમાં અખિલેશ સમર્થક પ્રો.રામગોપાલ યાદવે લલકાર કર્યો છે કે, હવે તો ચૂંટણી પંચ જ આ અંગે ફેંસલો કરશે.

અખિલેશ અને મુલાયમસિંહ વચ્ચે આજે યોજાયેલી બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. પરંતું આ લાંબી બેઠક પણ સમાધાન કરી શકી નથી. બેઠક બાદ અખિલેશ છાવણી તરફથી રામગોપાલ યાદવે કહ્યું કે, બેઠકમાં કોઇ જાતનું સમાધાન થયું નથી કે કોઇ સુલેહ થઇ નથી. જે કંઇ પણ વાત થઇ એનો કોઇ અર્થ નથી. કારણ કે અમે પણ ચૂંટણી પંચમાં ગયા છીએ હવે તો આ અંગે ચૂંટણી પંચ જ ફેંસલો કરશે.

આ પહેલા ચૂંટણી પંચ સમક્ષ પોતાની રજુઆત કર્યા બાદ સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ લખનૌ પરત આવી ગયા છે. સવારથી જ વાવડ આવવા શરૂ થઇ ગયા હતા કે મુલાયમ અને અખિલેશ વચ્ચે સુલેહ થઇ શકે છે. આ દરમિયાન સીએમ અખિલેશ યાદવ મુલાયમ સિંહને મળવા એમના નિવાસે ગયા હતા. સમાજવાદી પાર્ટીના ભવિષ્યને લઇને આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવતી હતી.
First published: January 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर