મોદીજીને બીજાના બાથરૂમમાં જોવાનું પસંદ છે, અખિલેશ યાદવ રાહુલ ગાંધીના વડાપ્રધાન સામે પ્રહાર

Haresh Suthar | News18 Gujarati
Updated: February 11, 2017, 3:00 PM IST
મોદીજીને બીજાના બાથરૂમમાં જોવાનું પસંદ છે, અખિલેશ યાદવ રાહુલ ગાંધીના વડાપ્રધાન સામે પ્રહાર
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લખનૌમાં શનિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી ઉત્તરપ્રદેશમાં સપા કોંગ્રેસનું ગઠબંધન આગળ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધતાં કહ્યું કે, મોદીજીને બીજાના બાથરૂમમાં જોવાનું પસંદ છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 11, 2017, 3:00 PM IST
લખનૌ #સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લખનૌમાં શનિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી ઉત્તરપ્રદેશમાં સપા કોંગ્રેસનું ગઠબંધન આગળ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધતાં કહ્યું કે, મોદીજીને બીજાના બાથરૂમમાં જોવાનું પસંદ છે.

સપા કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગરીબો માટે સ્માર્ટ ફોનસ કૌશલ વિકાસ અને મફત સાયકલ અને મકાનનો મુદ્દો મહત્વનો રહ્યો હતો. અખિલેશે કહ્યું કે, પહેલા તબક્કાના મતદાનના ટ્રેન્ડથી ખુશ છું. ગઠબંધન સફળ થશે. ભાવના અને ક્રોધની અહીં જરૂરત નથી કારણ કે આ ચૂંટણી રાજ્યના વિકાસ અને સમુધ્ધિ માટે છે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે યુવાઓ માટેની અને દુરદ્રષ્ટિવાળી સરકાર ઇચ્છીએ છીએ.

અખિલેશ અને રાહુલ ગાંધીએ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ નિશાન સાધ્યું. અખિલેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાશિફળવાળા નિવેદન અંગે કહ્યું કે, ઇન્ટરનેટના આ યુગમાં કોઇ પણ જન્મકુંડળી માત્ર એક ક્લિક જ દુર છે. વડાપ્રધાન અને ભાજપે લોકોને ગુમરાહ ન કરવા જોઇએ અને આગળ આવીને એમણે જણાવવું જોઇએ કે એમણે રાજ્યને શું આપ્યું છે કે જ્યાંથી એનડીએના પ્રતિષ્ઠિત નેતાઓ ચૂંટાઇ આવ્યા છે. સીએમ અખિલેશે કહ્યું કે, પીએમ મનની વાત કરે છે પરંતુ કામની વાત નથી કરતા.

તો રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી સામે નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મોદીને જન્મપત્રિકા વાંચવી, ગુગલ પર સર્ચ કરવું અને બીજાના બાથરૂમમાં જોવાનું પસંદ છે. પરંતુ એક વડાપ્રધાન તરીકે તે નિષ્ફળ છે. તેમને ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામોથી ઝટકો લાગશે.
First published: February 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर