Home /News /ahmedabad /

પડતર પ્રશ્નો ઉકેલવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું

પડતર પ્રશ્નો ઉકેલવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું

અનેક રજુઆત કર્યા બાદ પણ કર્મચારીઓ અને અધિકારીઓની ધીરજ ખૂટી પડી છે.

જીયુવીએનએલ અને તેને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને પ્રશ્નો અંગે અનેક વખત લેખિત રજુઆત કરવામા આવી છે. પોતાનીમાંગણીઓને લઇ આ કર્મચારીઓએ હંમેશા ધીરજ રાખી છે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (Akhil Gujarat Vidyut Kamdar Sangh) દ્વારા પડતર પ્રશ્નોને લઈને સરકાર (Gujarat Government) સામે આકરા પાણીએ થયુ છે. સરકાર પાસે અનેક રજૂઆતો કર્યા પછી પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આગામી દિવસોમાં જો સરકાર પ્રશ્નો ઉકેલશે નહીં તો સરકાર સામે 25 ઓગસ્ટથી આંદોલનના મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અનેક રજુઆત કર્યા બાદ પણ કર્મચારીઓ અને અધિકારીઓની ધીરજ ખૂટી પડી છે. એટલે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે તાજેતરમાં સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નક્કી થયા મુજબ આગામી 10 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા વીજ કર્મચારીઓ અને અધિકારીઓના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો અંતિમ આંદોલન કરવામા આવશે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. જો આ સમયગાળામાં પ્રશ્નો નહીં ઉકેલાય તો 25 ઓગસ્ટે સૂત્રોચ્ચાર અને વર્ક-ટુ-નો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમ છતાં પ્રશ્નો નહીં ઉકેલાય તો 1 સપ્ટેમ્બરથી માસ સીએલનું શસ્ત્ર ઉગામાશે.

આ પણ વાંચો- કૂતરાને માર મારવાની બબાલમાં યુવતીની છેડતી કરી માર માર્યો

જીયુવીએનએલ અને તેને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને પ્રશ્નો અંગે અનેક વખત લેખિત રજુઆત કરવામા આવી છે. પોતાનીમાંગણીઓને લઇ આ કર્મચારીઓએ હંમેશા ધીરજ રાખી છે. છેલ્લા બે દાયકામાં એકપણ વખત વીજ કર્મીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું નથી. તેમ છતાં કર્મચારીઓને તેમના હકનો લાભ આપવામાં નહી આવતા હવેતેઓ આંદોલન ના માર્ગે છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ફરી કોરોના કેસ વધ્યા, રાજ્યમાં આજે ત્રણ દર્દીના મોત

કર્મચારીઓની કઇ કઇ માંગણીઓ છે?

1. ગત તારીખ 11 ઓગસ્ટ, 2017ના કરાર મુજબ મોંઘવારી ભથ્થાનીચુકવણી કરવી

2. નાણાંવિભાગના ગત તારીખ 2 નવેમ્બર, 2019નો પત્રરદ કરવો. સાતમા પગારપંચ અન્વયે હોટ લાઇન એલાઉન્સ અને કન્વેયન્સ એલાઉન્સ ચુકવવું.

3. જીયુવીએનએલ અને તેને સંલગ્ન તાબાની કંપનીઓમાં ફિક્સ પગારી કર્મચારીઓના પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષ કરવા.

4. વીજ કંપનીના ફિક્સ પગારી કર્મચારીઓને પણ ઉચ્ચત્તર પગાર ધોરણ, સ્પેશ્યિલ રજાઓ, મેડિકલ રજાઓ, તબિબિ સારવારના લાભો, વધારાની કામગીરી માટે મહેનતાણું, સ્પર્ધાત્મક પરીક્ષા માટે રજાઓનો લાભ આપવો.

5. વર્ષ-2000પહેલાં એનસીવીટી પાસ કરેલા કર્મચારીઓને પ્રમોશન અને હાયરગ્રેડનો લાભ આપવો.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन