ગુડ ન્યૂઝ: રાજધાની એક્સપ્રેસ કરતાં પણ ઓછી કિંમતે એર ઇન્ડિયાની મુસાફરી

Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 11:22 AM IST
ગુડ ન્યૂઝ: રાજધાની એક્સપ્રેસ કરતાં પણ ઓછી કિંમતે એર ઇન્ડિયાની મુસાફરી
દેશની મોટી વિમાની કંપની એર ઇન્ડિયાએ મુસાફરો માટે અનોખી યોજના જાહેર કરી છે. જેમાં રાજધાની એક્સપ્રેસ કરતાં પણ ઓછા દર તમે વિમાનની મુસાફરી કરી શકો છો. જાહેર વિમાની કંપની એર ઇન્ડિયાએ ગુરૂવારે ટૂંકાગાળા માટે વિશેષ યોજના જાહેર કરી છે. જે અંતર્ગત રાજધાની એક્સપ્રેસ ટ્રેનના સેકન્ડ એસીના ભાડાના દરે વિમાની મુસાફરીનો આનંદ લઇ શકાશે.
Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 11:22 AM IST
નવી દિલ્હી #દેશની મોટી વિમાની કંપની એર ઇન્ડિયાએ મુસાફરો માટે અનોખી યોજના જાહેર કરી છે. જેમાં રાજધાની એક્સપ્રેસ કરતાં પણ ઓછા દર તમે વિમાનની મુસાફરી કરી શકો છો. જાહેર વિમાની કંપની એર ઇન્ડિયાએ ગુરૂવારે ટૂંકાગાળા માટે વિશેષ યોજના જાહેર કરી છે. જે અંતર્ગત રાજધાની એક્સપ્રેસ ટ્રેનના સેકન્ડ એસીના ભાડાના દરે વિમાની મુસાફરીનો આનંદ લઇ શકાશે.

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, કેટલાક પંસદગીના રૂટ પર ઇકોનોમી શ્રેણીમાં મુસાફરો આનો લાભ લઇ શકશે. આ યોજનામાં પ્રારંભનું ભાડુ 1080 રૂપિયા છે. ગત જૂન માસમાં પણ આ કંપની આવી યોજના લાવી હતી. સપ્ટેમ્બરમાં આ યોજનાની સમાપ્તિ સુધીમાં 21678 મુસાફરોએ આનો લાભ લીધો હતો.

એર ઇન્ડિયાના નિવેદનમાં એવું કહેવાયું છે કે, આ નવી યોજના 6 જાન્યુઆરીથી 10 એપ્રિલ દરમિયાન ટિકિટ બુક કરવા પર લાગુ થશે અને 26 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2017 દરમિયાન મુસાફરી કરવાની રહેશે.
First published: January 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर