અમદાવાદથી યુએસ જતાં લોકો માટે માઠા સમાચાર, સીધી ફ્લાઇટ થશે બંધ

આ ફ્લાઇટમાં 238 ઇકોનોમિક અને 18 બિઝનેસ ક્લાસના મુસાફરો મળીને કુલ 256 મુસાફરો અમદાવાદથી લંડન કે નેવાર્ક જતાં હતા.

News18 Gujarati
Updated: October 10, 2018, 8:39 AM IST
અમદાવાદથી યુએસ જતાં લોકો માટે માઠા સમાચાર, સીધી ફ્લાઇટ થશે બંધ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 10, 2018, 8:39 AM IST
અમદાવાદઃ અમદાવાદથી અમેરિકામાં જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સેવા આગામી 16મી નવેમ્બરથી બંધ થશે. મતલબ કે હવે અમદાવાદથી સીધા યુએસ જતાં લોકોએ બીજી ફ્લાઇટ પકડવી પડશે. હાલ અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટ સીધી લંડન અને ત્યાર બાદ લંડનથી નેવાર્ક સુધી કાર્યરત છે.

એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે હવે આ ફ્લાઇટ અમદાવાદથી લંડન સુધી જ જશે. ત્યાંથી આ ફ્લાઇટ પરત આવી જશે. એર ઇન્ડિયાએ લંડનથી નેવાર્કની પોતાની સેવા બંધ કરી છે. મતલબ કે હવે ગુજરાતમાંથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નેવાર્ક જતાં લોકોએ બીજી ફ્લાઇટ પકડવી પડશે.

મોદીએ શરૂ કરી હતી સેવા

નોંધનીય છે કે ગુજરાતના પ્રવાસીઓને સીધી યુકે અને યુએસની વિમાની સેવા મળી રહે તેવા ઉદેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્વંતત્રતા દિવસે અમદાવાદ-લંડન-નેવાર્ક સીધી ફ્લાઇટ સેવાની જાહેરાત કરી હતી. પરંતુ બે જ વર્ષમાં આ સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન સુધી જ ઓપરેટ થશે. લંડનથી આ ફ્લાઇટ બેંગલુરુ પરત આવશે. નવેમ્બરમાં એર ઇન્ડિયા બેંગલુરુથી અમદાવાદની નવી ફ્લાઇટ શરૂ કરશે.

એક અંદાજ પ્રમાણે અમદાવાદમાંથી 100ની આસપાસ મુસાફરો આ ફ્લાઇટની સેવા લેતા હતા. આ ફ્લાઇટમાં 238 ઇકોનોમિક અને 18 બિઝનેસ ક્લાસના મુસાફરો મળીને કુલ 256 મુસાફરો અમદાવાદથી લંડન કે નેવાર્ક જતાં હતા.

આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થતી હતી. નોંધનીય છે કે અમદાવાદથી યુકે-યુએસ જતું વિમાન ડ્રીમલાઇનર હતું. હવે આ ફ્લાઇટના મુસાફરોએ અન્ય વિમાની કંપનીની સેવા લેવી પડશે.
First published: October 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...