Home /News /ahmedabad /

અમદાવાદમાં એર હોસ્ટેસ પત્નીની ફરિયાદ, ગર્ભવતી હોવા છતા પતિ શોર્ટ કપડાં પહેરી ક્લબમાં જવા માટે દબાણ કરતો

અમદાવાદમાં એર હોસ્ટેસ પત્નીની ફરિયાદ, ગર્ભવતી હોવા છતા પતિ શોર્ટ કપડાં પહેરી ક્લબમાં જવા માટે દબાણ કરતો

પત્ની પ્રેગનેન્ટ થતાં તેનો પતિ આ સમયમાં પણ તેને શોર્ટ કપડાં પહેરી ક્લબમાં જવા માટે દબાણ કરતો હતો.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં તેના પતિ, અને સાસુ-સસરા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે તેના લગ્ન એપ્રિલ 2016 માં થાય હતા.

અમદાવાદ : લગ્ન બાદ પતિ સાથે દુબઈ (Dubai) ગયેલ પત્નીને પતિએ શારીરિક અને માનસિક ત્રાસ (Physical and mental torture of women) આપતો હતો. એટલું જ નહિ પત્ની પ્રેગનેન્ટ (pregnant) થતાં તેનો પતિ આ સમયમાં પણ તેને શોર્ટ કપડાં પહેરી ક્લબમાં જવા માટે દબાણ કરતો હતો. જો કે પત્નીએ ના પાડતા તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. જેના કારણે બે મહિના બાદ મિસ ડીલવરી પણ થઈ ગઇ હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં તેના પતિ, અને સાસુ-સસરા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે તેના લગ્ન એપ્રિલ 2016 માં થાય હતા. લગ્ન બાદ તેના પતિને દુબઈમાં નોકરી હોવાથી તે દુબઈ ગયા હતા. જો કે બાદમાં યુવતીના પણ વિઝા આવી જતા તે પણ દુબઈ તેના પતિ સાથે રહેવા માટે ગઈ હતી. જો કે તેનો પતિ દારૂ પીવાની ટેવવાળો હોવાથી અવાર નવાર નાની નાની બાબતો માં બોલાચાલી ઝઘડો કરતો હતો. જો કે લગ્નના એક વર્ષ બાદ સારા દિવસો રહેતા યુવતીનો પતિ આ સમયમાં પણ તેને શોર્ટ કપડાં પહેરી ક્લબમાં જવા માટે દબાણ કરતો હતો. જો કે પત્નીએ ના પાડતા તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. જેના કારણે બે મહિના બાદ મિસ ડીલવરી પણ થઈ હતી.

આ પણ વાંચો- કોરોનાનો કહેર યથાવત, આજે એક દર્દીનું મોત, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

જો કે યુવતી ફરી વખત ગર્ભવતી થતાં તેનો પતિ તેની સાર સંભાળ રાખતો ના હોવાથી તે તેના સાસરે પરત આવી ગઈ હતી. પરંતુ ત્યાં પણ તેના સાસુ-સસરાએ પતિ વગર સંતાનની નામકરણની વિધિ થશે નહીં તેમ કહીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદમાં કેટલાક સમય બાદ તેનો પતિ દુબઈ થી પરત આવ્યો હતો. યુવતી એ દીકરી ને જન્મ આપ્યા બાદ તે તેની માતા સાથે દુબઈ ગઈ હતી. જો કે બાદમાં પણ તેના પતિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ના હતો. તેનો પતિ મિત્રો સાથે ઘરે આવતા અને દારૂ પીતા. અને યુવતીની માતાની હાજરીમાં તેની સાથે ઝઘડો તકરાર કરતા હતા. જેથી યુવતીની માતા દુબઈથી પરત આવી ગયા હતા. બાદ માં યુવતી પણ દુબઈ થી પરત સાસરે આવી હતી.

આ પણ વાંચો- લવ, સેક્સ ઔર ધોખા! યુવતીએ બાળકને જન્મ આપવાનુ કહેતા પ્રેમીએ તરછોડી દીધી

પરંતુ તેના સાસુ સસરા માતા-પિતાની સાથે વાતચીત કરવા ના દેતા હોવાથી આ વાત યુવતીએ તેના પતિને કરી હતી. જેથી તેના પતિએ તેને દુબઈ પરત બોલાવી હતી. જ્યાં તેનો પતિ એલસ ગર્લફ્રેન્ડ સાથે મેસેજથી વાતચીત કરતો હોવાનુ જાણવા મળ્યું હતું. જો કે યુવતી ફરીથી પ્રેગનેન્ટ થતા તેના પતિએ ભારત પરત મોકલી હતી. જો કે બાદમાં તેનો પતિ તેની સાથે ફોન પર વાત પણ કરતો ના હતો. અને મોબાઈલ નંબર બ્લોક કરી દિધો હતો. યુવતીએ દીકરીને જન્મ આપતા તેનો પતિ અહી આવ્યો હતો. અને મોટી દીકરીને તેની સાથે લઈને જતો રહ્યો હતો. જે અંગેની જાણ યુવતીએ પોલીસને કરતા પોલીસએ ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad news, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन