વાહનોના ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે
બોપલ વિસ્તારમાં AQI 307 નોંધાતા ખરાબ શ્વાસ લેવા માટે લોકો મજબૂર બન્યા છે. સામાન્ય દિવસોમાં વાહનોના ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે. પરંતુ તહેવારોની સિઝનમાં આ પ્રદૂષણની માત્રા ખૂબ જ વધી જતી હોય છે. તેમાંય તે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ.દિવાળીના પાવન પર્વમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે. પરંતુ તેમને એ ખ્યાલ નથી હોતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળી નુકસાન પહોંચાડે છે. જેના દ્વારા ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારે જોવા મળે છે. તેના કારણે વાયુ પ્રદુષણનું માનવ જીવન પર જોખમ વધી ગયું છે.
હાલમાં દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની ગઈ છે. મેગા સિટી ગણાતા અમદાવાદ શહેરનો ઓવરઓલ AQI 162 નોંધાયો છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. જેમાં શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બોપલ છે. બોપલમાં છેલ્લા 15 દિવસથી AQI 300 ને પાર નોંધાઈ રહ્યો છે. જ્યારે પીરાણા અને તેની આસપાસના વિસ્તારમાં AQI 260 નોંધાયો છે. AQI ના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. જેમાં 200 થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે.
તંત્ર ચૂંટણીનો ઢોલ વગાડી રહ્યું છે
આટલા જીવલેણ વાતાવરણમાં શહેરીજનોની ચિંતા કર્યા વગર તંત્ર ચૂંટણીનો ઢોલ વગાડી રહ્યું છે. આવા દૂષિત વાતાવરણની અસર સૌ કોઈ શહેરીજનો ભોગવી રહ્યા છે. આ ચાર્ટ જોતાં એવું લાગે છે કે અમદાવાદની હવા પણ હવે ઝેરી બની ગઈ છે. જો તંત્ર હજી પણ આ બાબતને ગંભીરતાથી નહી લે તો તેનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડશે.
અમદાવાદમાં આવેલા પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. જેમાં બોપલ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. સતત બીજા દિવસે પણ બોપલનો AQI 307 નોંધાયો છે.જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 260 નોંધાયો છે. આ એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યો છે કે, શહેરોમાં પ્રદૂષણની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે બાળકોમાં અને વૃદ્ધોમાં અસ્થમાના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેમજ સ્વચ્છ હવા ન મળવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ ગયું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, અમદાવાદ, હવા પ્રદુષણ