Home /News /ahmedabad /Gyanvapi Masjid Shivling: શિવનું અપમાન કરનાર AIMIMના દાનિશ કુરેશી સામે અમદાવાદમાં થઇ પોલીસ અરજી, કડડમાં કડક કાર્યવાહીની માંગ
Gyanvapi Masjid Shivling: શિવનું અપમાન કરનાર AIMIMના દાનિશ કુરેશી સામે અમદાવાદમાં થઇ પોલીસ અરજી, કડડમાં કડક કાર્યવાહીની માંગ
જયદીપસિંહ વાઘેલાએ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Ahmedabad News: આ હિંદુ સમાજ સામે એક ષડયંત્ર છે. જેથી મારી માંગણી છે કે, આ વ્યક્તિ સામે ફોજદારી રાહે જે પણ પગલા લેવાના થતા હોય તે લેવા મારી માંગણી છે. દેશ અને ગુજરાતમાં જ્યારે શાંતિ પ્રવર્તી છે ત્યારે દેશમાં અરાજકતા ઉભી કરવાના આ પ્રયત્ન છે.
અમદાવાદ: જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ (Gyanvapi Masjid Shivlig) લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ત્યારે અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયા પર જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા ભગવાન શિવ અંગે સોશિયલ મીડિયામાં અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરી છે. આ અંગે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા જયદીપસિંહ વાઘેલાએ દાનિશ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જયદીપસિંહ વાઘેલાએ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ધરપકડની ઉઠી માંગ
દાનિશ કુરેશીની શિવને અપમાનિત કરતી પોસ્ટને કારણે હિન્દુઓમાં ચારોતરફ રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ઔવેસીની પાર્ટીના નેતા દાનિશ કુરેશીની ધરપકડ કરવાની માંગ ઉઠી છે. આ સાથે મહામંડલેશ્વર અખિલેશદાસજી પોલીસ પણ ફરિયાદ નોંધાવશે. તેમણે કહ્યુ છે કે, કાયદાકીય સલાહ લઇને આ અંગેની ફરિયાદ કરવામાં આવશે. ઉપરાંત હિન્દુ યુવા વાહીનીના પ્રભારી યોગી દેવનાથે પણ પોલીસ પાસે દાનિશ કુરેશીની ધરપકડની માંગ કરી છે.
અરજીમાં શું લખ્યુ છે?
અમદાવાદના જયદીપસિંહ વાઘેલાએ વાસણા પોલીસમાં એક અરજી કરી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, આ અભદ્ર ટ્વિટથી મારી તથા હિંદુ સમાજની લાગણી દુભાયેલી છે. આ હિંદુ સમાજ સામે એક ષડયંત્ર છે. જેથી મારી માંગણી છે કે, આ વ્યક્તિ સામે ફોજદારી રાહે જે પણ પગલા લેવાના થતા હોય તે લેવા મારી માંગણી છે. દેશ અને ગુજરાતમાં જ્યારે શાંતિ પ્રવર્તી છે ત્યારે દેશમાં અરાજકતા ઉભી કરવાના આ પ્રયત્ન છે. જેથી આ સામે પગલા લેવા વિનંતી છે.
અમદાવાદના જયદીપસિંહ વાઘેલાએ વાસણા પોલીસમાં એક અરજી કરી છે
આ સાથે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે, વર્ષોથી સનાતન ધર્મ વિરુદ્ધ મુગલોનું આક્રમણ હતુ. આજે પણ બુદ્ધિજીવી મુસ્લિમોને બાદ કરતા અન્ય મુસ્લિમો આગળ વધારી રહ્યા છે. આ વિચારેલું ષડયંત્ર છે. આ ઓવૈસીની પાર્ટીના નેતાઓનું ષડયંત્ર છે. જે હિંદુ સમાજ સાખી લેવા માટે તૈયાર નથી. જેથી મેં તાત્કાલિક આ અંગેની અરજી વાસણા પોલીસ સ્ટેશનમાં કરી છે. આ સાથે માંગણી કરી છે કે, આવા તત્વો સામે પગલાં લેવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે.
દાનિશ કુરૈશી વિરુદ્ધ અમદાવાદના વાસણાના વ્યક્તિએ પોલીસને કરી અરજી
નોંધનીય છે કે, કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ડીએમને આદેશ આપતા કહ્યું હતુ કે, જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોય તો તેને સુરક્ષિત રાખવામાં આવે. સાથે જ મુસ્લિમોને નમાજ પઢતા પણ રોકવામાં ન આવે. આ સાથે સુપ્રીમે વધુ સુનાવણી 19મી પર મુલતવી રાખી હતી. બીજીબાજુ સરવેની માહિતી લીક કરવા મુદ્દે વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. વધુમાં જ્ઞાનવાપીમાં ફરીથી સરવે કરાવવાની અરજી પર વારાણસી કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.