Home /News /ahmedabad /AIMIM દ્વારા માંગરોળ બેઠકના ઉમેદવાર તરીકે સુલેમાનભાઇ પટેલનું નામ જાહેર કરાયુ

AIMIM દ્વારા માંગરોળ બેઠકના ઉમેદવાર તરીકે સુલેમાનભાઇ પટેલનું નામ જાહેર કરાયુ

સુલેમાનભાઇ પટેલનું નામ જાહેર કરાયુ

AIMIM: ઔવેસી પાર્ટી AIMIM દ્વારા માંગરોળ બેઠક માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ઔવેસી પાર્ટી AIMIM ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાળાએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. ઔવેસી પાર્ટી AIMIM દ્વારા માંગરોળ બેઠક માટે સુલેમાનભાઈ પટેલનું નામ જાહેર કર્યુ છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓ પોતાની ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહી છે. કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરેક પાર્ટીઓ પોતાની ઉમેદવારોની પસંદગી કરી રહી છે. ત્યારે ઔવેસી પાર્ટી AIMIM દ્વારા માંગરોળ બેઠક માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ઔવેસી પાર્ટી AIMIM ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાળાએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. ઔવેસી પાર્ટી AIMIM દ્વારા માંગરોળ બેઠક માટે સુલેમાનભાઈ પટેલનું નામ જાહેર કર્યુ છે.

    સાબીર કાબલીવાળા ટ્વીટ કરી તેની જાહેરાત કરી


    ઉલ્લેખનીય છે કે, ઔવેસી પાર્ટી AIMIMના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાળા ટ્વીટ કરી તેની જાહેરાત કરી છે. AIMIM દ્વારા માંગરોળ બેઠક પરથી સુલેમાનભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આગની વિધાનસભાની ચૂંટણીમાં માંગરોળ બેઠક પરથી AIMIM દ્વારા સુલેમાનભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હવે તેઓના નામની જાહેરાત પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાળા દ્વારા કરવામાં આવી છે.

    આ પણ વાંચો: ભાજપના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા, આવતીકાલે જાહેર થશે ઉમેદવારોની યાદી

    વિધાનસભાની ચૂંટણી ખુબ જ રસપ્રદ થશે


    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. દરેક પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા આવતી કાલે પોતાની ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી ખુબ જ રસપ્રદ થઈ શકે છે. કારણ કે, ઘણા નેતાઓ પોતાનો પક્ષ પલટો કરી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: AIMIM, ગુજરાત વિધાનસભા, ગુજરાત વિધાનસભા ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन