અમદાવાદ જિલ્લામાં ચૂંટણી અધિકારી દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી અને માત્ર 15 હજાર નવા નામ એડ થયા.જો કે અગાઉની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અમદાવાદની 21 વિધાનસભા મતવિસ્તારમાં 2 લાખ 90 હજાર 511 નવા મતદારો નોંધવાના અંદાજ સામે હજુ માત્ર 15 હજાર મતદારો જ નોંધાયા છે.
આજનું યુથ સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય હોય છે. પરંતુ તેમની ફરજમાં પાછળ જોવા મળ્યું. મતદાર યાદી સુધારણા કાર્યકમ અંતર્ગત નવાં નામ એડ કરાવવા, નામમાં સુધારો અથવા એડ્રેસ ફેરફાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ ઝુંબેશ રાખવામાં આવી હતી.અને જાન્યુઆરી સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે.અને 18 થી 19 વર્ષના યુવાનો મતદાર યાદીમાં પોતાના નામ એડ કરે તે માટે ખાસ ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.કેલેજમાં જઈને પણ નામ એડ કરાવવા માટે ઝુંબેશ રાખવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લામાં ચૂંટણી અધિકારી દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી અને માત્ર 15 હજાર નવા નામ એડ થયા.જો કે અગાઉની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અમદાવાદની 21 વિધાનસભા મતવિસ્તારમાં 2 લાખ 90 હજાર 511 નવા મતદારો નોંધવાના અંદાજ સામે હજુ માત્ર 15 હજાર મતદારો જ નોંધાયા છે.એટલે જે હજુ 2 લાખ 75 હજાર જેટલા યુવા મતદારો નામ નોંધવાના બાકી છે.
ચૂંટણીપંચ દ્વારા દરેક રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ સાથે રાખવામાં આવ્યા હતા.અને બુથ લેવલ એજન્ટ રાખી તેની યાદી આપવા જણાવ્યું હતું.અને અમદાવાદમાં 5580 બુથ છે. ભાજપે 3594, કોંગ્રેસે 1780 અને એનસીપીએ માત્ર 229 બુથ લેવલ એજન્ટની નિમણૂક કરી ચૂંટણીપંચ દ્વારા એક બુથ લેવલ એજન્ટને 30 ફોર્મ રજૂ કરવાની છૂટ આપવામાં આવી હતી. જેથી વધુમાં વધુ નવાં મતદારો યાદીમાં સામેલ થાય. પરંતુ તેવું ન થતાં હાલ પણ 2 લાખ 75 હજાર જેટલા યુવાઓની નોંધણી થઈ નથી.જો રાજકીય પક્ષોના એજન્ટ નો સહયોગ રહ્યો હોતો.અમદાવાદની 21 વિધાનસભા બેઠકના મતવિસ્તારના નવા મતદારો નામની નોંધણી થઈ
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ યુવાનોને અપીલ કરી છે.ખાસ ઝુંબેશ ચાલી રહી છે.અને 18 વર્ષ પૂર્ણ થયા છે અથવા તો 1 જાન્યુઆરી 2022ના પૂર્ણ થવાના છે તે યુવાનો મતદાર યાદીમાં નામ નોંધણી કરવી લે.જેથી આવનાર ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.