Home /News /ahmedabad /અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યાં, RTO માં લાખોની સંખ્યામાં ઈ-વ્હીકલ રજિસ્ટર થયા

અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યાં, RTO માં લાખોની સંખ્યામાં ઈ-વ્હીકલ રજિસ્ટર થયા

ગુજરાત ઇ-વ્હિકલ પોલીસને જુલાઈમાં એક વર્ષ પૂર્ણ થશે.

રાજ્યમાં નોંધાયેલ આંકડા જોઈએ તો મેં 2021માં 212 ઇ વ્હિકલની નોંધણી થઈ હતી. તો એપ્રિલ 2022 માં 6970 ઇ વ્હિકલની નોંધણી થઈ છે. જે 2021 ની સરખામણીએ 33 ટકા વધુ સંખ્યા છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી (Petrol-diesel prices Hike) રહ્યા છે સાથે જ હવામાં પ્રદૂષણ (Pollution)નું પ્રમાણ પણ વધી રહ્યું છે અમદાવાદ શહેર (Ahmedabda City)ની જીજે વનમાં 44 લાખ આસપાસ વાહનો અત્યાર સુધીના રજિસ્ટર થયેલા છે. જો કે રોજ વાહનમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પણ પ્રદૂષણ મુક્ત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વાતાવરણ શુદ્ધ રહે તે માટે હવે એ વ્હિકલ (Electric vehicle)ને વેગ આપી રહ્યા છે સરકાર દ્વારા એ વ્હિકલ માટે પોલીસી પણ જાહેર કરવામાં આવી હતી. જેને એક વર્ષ થઇ ગયું છે. જોકે હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને ઇલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે જેના કારણે અમદાવાદ આરટીઓમાં વ્હિકલ રજીસ્ટ્રેશન વધી રહ્યું છે.

અમદાવાદ આરટીઓ આર.એસ દેસાઈએ જણાવ્યું હતું કોરોના બાદ વાહન રજીસ્ટ્રેશનમાં 40 ટકાનો વધારો થયો છે સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ આરટીઓમાં 2020-21 માં 78 હજાર વાહનો રજીસ્ટર થયા છે. 2021-22 માં 1.23 લાખ રજીસ્ટર થયા હતા. 2022 માં એપ્રિલમાં 13 હજાર રજીસ્ટર થયા છે. તો દિવસે ને દિવસે વ્હિકલ રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો- સોનિયા ગાંધી ગંગારામ હોસ્પિટલમાં દાખલ

ગુજરાત ઇ-વ્હિકલ પોલીસને જુલાઈમાં એક વર્ષ પૂર્ણ થશે. જ્યારે એક વર્ષમાં રાજ્યમાં 25825 વાહનોની નોંધણી થઈ છે. 9850 વાહન માલિકોને સબસીડી પેટે 24.35 કરોડ ચૂકવાયા છે. તેમજ 3400 અરજી પ્રોસેસમાં હોવાથી 7 કરોડની સબસીડી ચુકવવાની કામગીરી ચાલી રહી છે.

ઇલેક્ટ્રિક વ્હિકલની ખરીદીમાં પણ વધારો નોંધાયો છે. જેના કારણે RTO માં પણ આ પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનમાં વધારો નોંધાયો છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં લોકોનો રસ વધ્યો છે. અમદાવાદ આરટીઓમાં 2018માં 23 વ્હિકલ રજીસ્ટર થયા હતા. 2019માં 139 વ્હિકલ રજીસ્ટર થયા હતા. 2020માં 444 વ્હિકલ રજીસ્ટર થયા હતા. 2021માં 1486 વ્હિકલ રજીસ્ટર થયા છે. જ્યારે ચાલુ વર્ષે 2022 એપ્રિલ સુધી 4 મહિનામાં 1468 ઇ-વ્હિકલ નોંધાયા છે.

આ પણ વાંચો- નુપૂર શર્માના નિવેદનનો ગુજરાતમાં પણ પડધો

રાજ્યમાં નોંધાયેલ આંકડા જોઈએ તો મેં 2021માં 212 ઇ વ્હિકલની નોંધણી થઈ હતી. તો એપ્રિલ 2022 માં 6970 ઇ વ્હિકલની નોંધણી થઈ છે. જે 2021 ની સરખામણીએ 33 ટકા વધુ સંખ્યા છે.

ઇલેક્ટ્રિક વ્હિકલને વેગ આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇ વ્હિકલ સાથે ચાર્જિંગ સ્ટેશન વધારાઈ રહ્યા છે. જો કે રાજ્યમાં અંદાજે 250 ચાર્જિંગ સ્ટેશન છે તો બીજા  સ્ટેશનની પ્રક્રિયા ચાલુ છે.  ઇ-વ્હિકલ ચાલકોને વાહન ક્યાં ચાર્જ કરવા તે સમસ્યા સર્જાતી હતી તે દૂર થશે. અને જેમ સુવિધા વધશે તેમ લોકો પણ ઇ વ્હિકલ તરફ વળશે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad RTO, Electric vehicle, Electric vehicle policy, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો