Home /News /ahmedabad /જાહેર રજાના દિવસે અમદાવાદીઓ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા દોડ્યા, લોકો માટે જટિલ સમસ્યા
જાહેર રજાના દિવસે અમદાવાદીઓ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા દોડ્યા, લોકો માટે જટિલ સમસ્યા
લોકો માટે જટિલ સમસ્યા
PAN Card Link with Aadhaar Card: અમદાવાદમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવા માટે આજે મોટી સંખ્યામાં લોકો યુટીઆઈ સેન્ટર પર જોવા મળ્યા હતા. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ઢગલો ક્વેરી સાથે લોકોએ અનેક મુશ્કેલીઓ ન્યુઝ18 ગુજરાતીને જણાવી હતી.
અમદાવાદ: અમદાવાદમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવા માટે આજે મોટી સંખ્યામાં લોકો યુટીઆઈ સેન્ટર પર જોવા મળ્યા હતા. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ઢગલો ક્વેરી સાથે લોકોએ અનેક મુશ્કેલીઓ ન્યુઝ18 ગુજરાતીને જણાવી હતી. આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરાવવા મોટી સંખ્યામાં આવેલાં લોકોને પાન કાર્ડમાં કરેક્શન અને આધાર કાર્ડમાં પણ મોટા કરેકશન હોવાને કારણે તકલીફો પડી રહી છે, જેમાં સૌથી વધારે મોટી ઉંમરના વડીલો વધારે પરેશાન જોવા મળી હતા. મોટી ઉંમરનાં લોકો જન્મના દાખલાની તારીખ અને પાન કાર્ડની તારીખ મેચ ન થતી હોવાની તકલીફો સાથે જોવા મળતા હતા.
આધાર લિંકની ચિંતામાં ફરી એક વાર લાંબી લાઈનો
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે અમદાવાદના તમામ સેન્ટર પર આ રીતે સૌથી વધારે હાલ લાઈન જોવા મળી રહી છે. 31 માર્ચને 10 દિવસની રાહ હોવા છતાં લોકોમાં ચિંતામાં ફરી એક વાર લાંબી લાઈનમાં લાગીને આધારથી પાન લિંક કરાવવા મથી રહ્યા છે. આ અંગે 91 વર્ષીય અરવિંદભાઈનું કહેવું છે કે, મારે પાન કાર્ડ અને આધાર કાર્ડમાં વર્ષ અલગ છે. જેને લઈને મારે આ ઉંમરમાં ધક્કો ખાવો પડયો છે. 1000 રુપિયા ખોટા કપાય એની કરતાં હું જાતે જ પ્રોસેસ કરાવવા આવ્યો છું લાંબી લાઈન જોઈને મને એમ થાય છે કે આની કરતાં કોઈ સારો એજન્ટ મળી જાય તો કામ મારું આગળ પતે. લાઈનમાં ઉભું રહેવું સહી સિક્કા કરવા હવે આ ઉંમરે નથી થતું.
ત્યારે આ અંગે 25 વર્ષના સુકેશના જણાવ્યા પ્રમાણે આજે રજા હોવાથી તે આધાર કાર્ડમાં કરેકશન માટે આવ્યો છે. આજના દિવસે કામ પતી જાય એવી આશા છે. કારણ કે લાઈન ઘણી લાંબી હોવાથી મારો 1-2 કલાક જતો રહેશે એવામાં બારી પર જઈને ફરી કોઈ ડોક્યુમેન્ટ ખુટ્યાં એવું કહેશે તો તકલીફ પાકી એટલે આજનો દિવસ તો લાગે જ છે કામ પતી જાય.
આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત
પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જે પણ કોઈ નું પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નથી કારવેલું તો 31મી માર્ચ 2023 સુધી માં કરાવવાનું રહેશે અને 1000 રૂપિયા દંડ પણ ભરવો પઢશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં. દરેક વ્યક્તિ કે જેને 1લી જુલાઈ 2017ના રોજ પાન કાર્ડ બનાવેલું છે અને તેને આધાર કાર્ડ પણ બનાવ્યું હતું.
લોકો માટે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જો કે, તમારે હવે તમારા આધારને PAN કાર્ડ સાથે લિંક કરવા માટે ફી ચૂકવવી પડશે. જો લિંકની પ્રોસેસ 31મી માર્ચ 2023 સુધીમાં કરવામાં આવે તો રૂ. 1000 દંડ ભરવો પડશે અને પાન કાર્ડ બંધ પણ થઈ જશે. ત્યારબાદ એ પાન કાર્ડનો કોઈ જગ્યા ઉપયોગ નહીં કરી શકાય.