Home /News /ahmedabad /અમદાવાદ: જાહેર રોડ પર ડ્રગ્સ વેચતો યુવક ઝડપાયો, મુંબઇ નેટવર્કનો પર્દાફાશ

અમદાવાદ: જાહેર રોડ પર ડ્રગ્સ વેચતો યુવક ઝડપાયો, મુંબઇ નેટવર્કનો પર્દાફાશ

રખિયાલ વિસ્તારના જાહેર રોડ પર એમડી ડ્રગ્સ વેચતો એક યુવક ઝડપાયો છે.

Ahmedabad Crime: શહેરમાં દારૂની જેમ એમડી ડ્રગ્સ ઠેર-ઠેર વેચાતું હોવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગઇકાલે વધુ એક વખત રખિયાલ વિસ્તારના જાહેર રોડ પર એમડી ડ્રગ્સ વેચતો એક યુવક ઝડપાયો છે.

અમદાવાદ: શહેરમાં દારૂની જેમ એમડી ડ્રગ્સ ઠેર-ઠેર વેચાતું હોવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગઇકાલે વધુ એક વખત રખિયાલ વિસ્તારના જાહેર રોડ પર એમડી ડ્રગ્સ વેચતો એક યુવક ઝડપાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે બાતમીના આધારે યુવકને 3.40 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછ કરતા મુંબઇના ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ શહેરની અલગ-અલગ જગ્યા પરથી રેડ પાડીને એમડી ડ્રગ્સ પકડી રહી છે, પરંતુ હજુ સુધી ડ્રગ્સનો આ કાળો કારોબાર ધંધો સંપૂર્ણ રીતે બંધ થઇ શક્યો નથી. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, રખિયાલ વિસ્તારમાં આવેલા તેજેન્દ્ર કોમ્પલેક્ષની નીચે જાહેર રોડ પર શાહનવાઝ એહમદ ઉર્ફે બગ્ગો શેખ નામનો યુવક એમડી ડ્રગ્સનું છુટક વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે રખિયાલ પહોચી હતી ત્યારે એક યુવક જાહે રરોડ પર પ્લાસ્ટીકની ઝીપર બેગ કેટલાક લોકોને આપી રહ્યો હતો. આ યુવક જ શાહનવાઝ છે તેવું માનીને તેની અટ્કાયત કરી લીધી હતી. યુવકનું નામ શાહનવાઝ છે અને તે રખિયાલ વિસ્તારમાં આવેલી ડાહ્યાભાઇ કડીયાની ચાલીમાં રહે છે.

આ પણ વાંચો: અરવલ્લી: રિક્ષા અને બાઇક ધડાકાભેર અથડાયા, બે લોકોનાં મોત

યુવકની અંગજડતી કરતા તેની પાસેથી ઝીપર બેગમાં વ્હાઇટ પાઉડર નીકળ્યો હતો. વ્હાઇટ પાઉડર એમજી ડ્ર્ગ્સ હોવાનું લાગતા એસઓજીની ટીમે એફએસએલને જાણ કરી દીધી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને વ્હાઇટ પાઉડરનું પરિક્ષણ કર્યા બાદ તે એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપ્યો હતો. એફએસએલના રિપોર્ટના આધારે એસઓજીએ શાહનવાઝની ધરપકડ કરી હતી અને આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. શાહનવાઝે એસઓજી સામે કબૂલાત કરી હતી કે, મુંબઇના ડ્રગ્સ માફિયા સમીરે એમડી મોકલાવ્યું હતું. સમીરે તેના મિત્ર વસીમ પાસે ડ્રગ્સ મોકલાવ્યું હતું, જેને શાહનવાઝે રીસીવ કર્યુ હતું. શાહનવાઝ સમીરને ઓળખે છે પરંતુ વસીમને તે ઓળખતો નથી.

ક્રાઇમ બ્રાંચે શાહનવાઝ, સમીર અને વસીમ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જો એસઓજી ક્રાઇમની તપાસમાં કદાચ અમદાવાદમાં ડ્રગ્સની સીનડીકેટનો પર્દાફાશ થાય તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એમડી ડ્રગ્સ મુંબઇથી આવી રહ્યું છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓની ધોસ વધતા કેટલાક માફિયાઓ રાજસ્થાનથી એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી રહ્યા છે. અમદાવાદ છેલ્લા ઘણા સમયથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એમડી ડ્રગ્સ મળી આવે છે તેમાં મોટાભાગનું ડ્રગ્સ મુંબઇથી આવે છે. મુંબઇમાં એમડી ડ્રગ્સ વેચતા અલગ-અલગ માફિયાઓ સક્રિય છે. શહેરના બેરોજગાર યુવકો રાતોરાત રૂપિયા કમાવવાની લાલચે ખોટા રસ્તા પર ચાલી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ સંકજામાં આવેલા યુવકો ડ્રગ્સ એડીક્ટ હોવાનું સામે આવ્યું છે. પહેલા ડ્રગ્સના રવાડે ચઢે અને બાદમાં રૂપિયા નહીં મળતા ડ્રગ્સ વેચવાનું શરૂ કરે છે. નેટવર્કીંગ બિઝનેસની જેમ ડ્રગ્સનો ધંધો અમદાવાદમાં ફેલાયો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन