Home /News /ahmedabad /અમદાવાદમાં મોડી રાતે જાહેર રસ્તા પર જ યુવકની થઇ હત્યા, કારણ છે ચોંકાવનારું

અમદાવાદમાં મોડી રાતે જાહેર રસ્તા પર જ યુવકની થઇ હત્યા, કારણ છે ચોંકાવનારું

મૃતકની તસવીર

Ahmedabad news: પોલીસને હકીકત જણાવી કે, શહેફીલ ઉર્ફે જબ્બો, ઇરફાન ઉર્ફે મોગલી, સલીમખાન પઠાણ એ આ વસીમુદ્દીનને પકડી રાખ્યો હતો અને કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી પઠાણે છરીના ઉપરા છાપરી ઘા છાતીમાં માર્યા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વેજલપુર પોલીસસ્ટેશનની હદમાં આવેલા સંકલીતનગરમાં એક યુવક હાજર હતો. ત્યારે એક શખ્સે તેના સાથીદારો સાથે મળી છરીના ઘા છાતીમાં મારી યવકની જાહેરમાં મોડીરાત્રે હત્યા કરી નાખી હતી. હત્યા કરવાના આ ગુનામાં મુખ્ય આરોપી કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી હોવાનું સામે આવ્યું હતું. સમીર પેન્ડી અન્ય કોઇ નહિ પણ નામચીન ગુંડો છે અને કુખ્યાત આરોપી સલીમખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવને લઇને હાલ તો વેજલપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વેજલપુર વિસ્તારમાં રહેતા શાહબુદ્દીન શેખ રીક્ષા ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રે તેઓ અને તેમના ભાઇ વસીમુદ્દીન ઘરે હાજર હતા. ત્યારે તેમનો સાળો પણ તેમના ઘરે આવ્યો હતો. બાદમાં વસીમુદ્દીન થોડીવારમાં બહાર જઇને ઘરે આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. એકાદ કલાક બાદ એટલેકે, એકાદ વાગ્યે તેઓનો મિત્ર ઘરે આવ્યો અને કહ્યું કે, તારા ભાઇ વસીમુદ્દીનને આશા હેર આર્ટ પાસે સીમર ઉર્ફે પેન્ડી પઠાણે છરી મારતા લોહી લુહાણ હાલતમાં  છે.

આ પણ વાંચો: મોટી આગાહી: ગુજરાતમાં ક્યારથી પડશે ગાત્રો થીજવતી ઠંડી

જેથી શાહબુદ્દીન ભાઇ તેમની માતા અને પરિવારજનો સાથે રીક્ષા લઇને સંકલીતનગર ખાતે ગયા હતા. ત્યાં જઇને જોયું તો વસીમુદ્દીન ત્યાં લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. તાત્કાલિક વસીમુદ્દીનને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. તો બીજીતરફ વેજલપુર પોલીસને પણ જાણ થતા પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. શાહબુદ્દીન ભાઇનો સાળો તેમના ઘરેથી નીકળીને જતો હતો ત્યારે તેણે જ આ હત્યાની ઘટના પોતાની નજરે જોઇ હતી. જેથી તેઓએ પોલીસને હકીકત જણાવી કે, શહેફીલ ઉર્ફે જબ્બો, ઇરફાન ઉર્ફે મોગલી, સલીમખાન પઠાણ એ આ વસીમુદ્દીનને પકડી રાખ્યો હતો અને કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી પઠાણે છરીના ઉપરા છાપરી ઘા છાતીમાં માર્યા હતા.

આ પણ વાંચો: સાબુ અને શેમ્યુંની આડમાં આ રીતે લવાતો હતો દારૂ

સમગ્ર બાબતને લઇને વેજલપુર પોલીસે ચાર આરોપીઓ સામે હત્યા અને મદદગારીનો ગુનો નોંધી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મૃતકને આ હત્યાના ગુનાના આરોપી સમીર પેન્ડીના ભાઇ પાસેથી પૈસા લેવાના હતા અને તે અવાર નવાર ઉઘરાણી કરતો હતો. જેથી સમીર પેન્ડીએ યુવાનની હત્યા કરી નાખી હતી.



પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી સમીર પેન્ડી સામે અગાઉ અનેક ગુના નોંધાયા છે અને તેની સામે પોલીસે પાસા પણ કરી હતી. તો આરોપી સમીર ઉર્ફે પેન્ડી ગુજસીટોક જેવા ગંભીર દસેક ગુનાના આરોપી અને જેલમાં બંધ એવા સુલતાન ખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन