Home /News /ahmedabad /

અમદાવાદ: સગીરાના નગ્ન ફોટા પાડી યુવકે કર્યું એવું કારસ્તાન કે ગણવા પડશે જેલના સળિયા

અમદાવાદ: સગીરાના નગ્ન ફોટા પાડી યુવકે કર્યું એવું કારસ્તાન કે ગણવા પડશે જેલના સળિયા

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: ફરિયાદીની સગીર વયની દીકરીને મણિનગર ખાતે રહેતો આરોપી યોગેશ ગીધવાણી બેએક વર્ષ પહેલા લલચાવી ફોસલાવીને અપહરણ કરી લઈ ગયો હતો.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) વધુ એક ઘટના બની છે જેના પરથી મહિલાઓની સુરક્ષા (woman security) પર સવાલ ઉભા થઇ રહ્યા છે. એક યુવકે સગીરાનું (minor girl kidnapping and molest ) અપહરણ કર્યું અને બાદમાં તેને હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ કપડા ઉતારી તેના નગ્ન ફોટો પાડી લીધા હતાં. બાદમાં મારી સાથે વાત નહિ કરે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આ યુવકે ઘરની બહાર આંટા મારવાનું શરૂ કરી ધમકીઓ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એક ફરિયાદીની સગીર વયની દીકરીને મણિનગર ખાતે રહેતો આરોપી યોગેશ ગીધવાણી બેએક વર્ષ પહેલા લલચાવી ફોસલાવીને અપહરણ કરી લઈ ગયો હતો. મણિનગર ખાતે આવેલી હોટલમાં લઈ જઈ ફરિયાદીની દીકરીના મરજી વિરુદ્ધ કપડા ઉતારી યોગેશે તેના મોબાઇલ ફોનમાં કપડા વગરનો ફોટો પાડી લીધો હતો.

આ પણ વાંચો: સાચવજો! સિહોરમાં પ્રસંગમાં છાશ પીધા પછી 200 લોકોને ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલો ભરાઇ ગઇ

તેમજ ફરિયાદીની દીકરીને યોગેશે ફોન કરી મારી સાથે વાત નહીં કરે તો તારા કપડાં વગરનો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.  આજથી છ મહિના અગાઉ આરોપીએ ફરિયાદીને ફોન કરી ગંદી ગાળો બોલી અને આરોપી યોગેશે એકટીવા ઉપર ફરિયાદીની દીકરી ઉપર નજર રાખવા ફરિયાદીના ઘર આગળ અવાર નવાર આંટાફેરા મારતો હતો. જે અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: વડોદરા: 'તું મારી નહીં તો, કોઇની નહીં,' પૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાને છરી ભોંકી દીધી

ઉલ્લેખનીય છે કે, સગીરાઓ સાથે છેડતી બળાત્કાર જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેટલાય સમયથી પોલીસની શી ટિમ હોવાથી મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા કરે છે. પણ હકીકત જોવા જઈએ તો આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. જેથી યુવતીઓ, સગીરાઓ અને મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ બનાવોને રોકવા પોલીસ હવે શું કામગીરી કરે છે તે જોવાનું રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, સગીરા

આગામી સમાચાર