Home /News /ahmedabad /અમદાવાદ : મસાલો ખાવા માટે પૈસા ન આપતા આરોપીએ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદ : મસાલો ખાવા માટે પૈસા ન આપતા આરોપીએ કર્યો જીવલેણ હુમલો

પ્રતિકાત્મક તસવીર

નશાના બંધાણી (Addiction)ઓ ક્યારેક નશો કરવાની લતમાં ન કરવાનું કામ કરતા હોય છે. આવા મામલા પોલીસ સ્ટેશન (Police Station) સુધી પહોંચી જતા હોય છે.

અમદાવાદ : નશાના બંધાણી (Addiction)ઓ ક્યારેક નશો કરવાની લતમાં ન કરવાનું કામ કરતા હોય છે. આવા મામલા પોલીસ સ્ટેશન (Police Station) સુધી પહોંચી જતા હોય છે. આવો જ એક બનાવ શહેરના ઓઢવ વિસ્તાર (Ahmedabad Odhav Area)માં બન્યો છે. અહીં મસાલાના પૈસા ન આપતા યુવાન પર જીવલેણ હુમલો (Attack with Cutter) થયો છે.

ઓઢવ વિસ્તારમાં રહેતા રંજનબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે દશામાનું જાગરણ હોવાથી તેઓ અને તેમના સાસુ ભજનો સાંભળી રહ્યા હતા તે દરમિયાન તેમનો દિયર દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો હતો. દિયરે જણાવ્યું હતું કે તેમના પતિને રીકીન ઉર્ફે ચકા વાઘેલાએ કટારના ઘા મારીને લોહીલુહાણ કર્યા છે. જેથી ફરિયાદી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો : સુરતમાં ઉભરી રહેલી માથાભારે ગેંગે પ્રેમ પ્રકરણમાં ત્રણ મિત્રોને ઉપાડી લીધા

અહીં મહિલાના પતિએ લોહીલુહાણ હાલતમાં તેમને જણાવ્યું હતું કે તેઓ મિત્રો સાથે ચાલીમાં રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રીકીન ઉર્ફે ચકો વાઘેલા ત્યાં આવ્યો હતો અને કહેવા લાગ્યો કે મારા ઘરે દશામાં બેસાડ્યા છે. આજે જાગરણ છે તો મસાલાના પૈસા આપ. જોકે, ઇજાગ્રસ્ત યુવાને પૈસા આપવાની ના પાડતા આરોપીએ તેને કટારના ત્રણ ઘા માર્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નીચે વીડિયોમાં જુઓ : આજના મહત્ત્વના સમાચાર
" isDesktop="true" id="1004817" >

 
બીજી તરફ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાની પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Addiction, Ahmedabad police, Tobacco, અમદાવાદ, ગુનો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો