Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદના એસ્ટેટમાં લાકડાના પીઠામાં લાગી આગ, દાઝતા એક વ્યક્તિનું મોત

Ahmedabad News: અમદાવાદના એસ્ટેટમાં લાકડાના પીઠામાં લાગી આગ, દાઝતા એક વ્યક્તિનું મોત

અમદાવાદમાં આગ (પ્રતિકાત્મક ફોટો)

આ આગ પર ફાયર બ્રિગેડે હાલ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ એસ્ટેટમાં કઇ રીતે આગ લાગી તે અંગેનું કારણ હજી અકબંધ છે.

    અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલ પાસે આવેલા રાણી સતી એસ્ટેટમાં લાકડાના પીઠામાં આગ લાગવાની ઘટના બની છે. આ એસ્ટેટમાં કોઇ કારણોસર આગ લાગી હતી. જેમા એક વ્યક્તિ દાઝ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

    આ આગ પર ફાયર બ્રિગેડે હાલ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ એસ્ટેટમાં કઇ રીતે આગ લાગી તે અંગેનું કારણ હજી અકબંધ છે.  આ આગ બાદ અફરાતફરીનો માહોલ છવાયો હતો.

    ગુજરાતના અન્ય સમાચાર


    ગુજરાતની મોટા ભાગની યુવતીઓ કઈ ઉંમરમાં કરે છે લગ્ન?




    દેશમાં મહિલાઓના લગ્ન અંગે સરકાર દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મોટાભાગની છોકરીઓના લગ્ન 21 વર્ષની ઉંમરે અથવા તે પહેલાં થઈ જાય છે. આ સાથે જ, ગુજરાતનો 21 બાદ લગ્નના આંકમાં ભારતમાં 2જા ક્રમનું રાજ્ય બન્યું છે. તેની સામે, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં આ આંકડો અનુક્રમે માત્ર 10 અને 17 ટકા છે. જોકે, બિમારુ રાજ્ય તરીકે માનવામાં આવતા બિહારે કેરળ જેવા સૌથી વિકસિત અને શિક્ષિત રાજ્યની બરાબરી કરી છે. ડેટાના વિશ્લેષણથી એ વાત સામે આવી છે કે, 21 પ્લસ વય જૂથમાં બિહાર અને કેરળની સ્થિતિ સમાન છે. ડેટામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દેશના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓના લગ્ન 18 થી 20 વર્ષની વચ્ચે થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 90.7 ટકા મહિલાઓના લગ્ન 21 વર્ષથી પછીની ઉંમરમાં થાય છે. આ મામલામાં ગુજરાત બીજા (85.2 ટકા), ઉત્તરાખંડ ત્રીજા (84 ટકા), પંજાબ ચોથા (83 ટકા) અને મહારાષ્ટ્ર પાંચમા (82.7 ટકા) ક્રમમાં આવે છે. સરકારના ડેટા પ્રમાણે, દેશભરમાં સરેરાશ 70.5 ટકા રેશિયો સામે આવ્યો છે. (આ અંગેના વિસ્તૃત સમાચાર અહીં વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, આગ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन