Home /News /ahmedabad /અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં મહિલાઓનું દંગલ, PSIને બચકું ભર્યું, વર્દી ખેંચી કરી ઝપાઝપી

અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં મહિલાઓનું દંગલ, PSIને બચકું ભર્યું, વર્દી ખેંચી કરી ઝપાઝપી

ફેસબુક લાઈવ કરી પોલીસને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

Ahmedabad Crime: મહિલાઓએ પોલીસ સ્ટેશન માથે લીધું, ફેસબુક લાઈવ કરી પોલીસને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ પોલીસ સ્ટેશન માથે લેતા મામલો ગરમાયો હતો. એક મહિલા તેની મિત્રો સાથે આવી હતી અને પોલીસ પાસે નોંધાવેલી ફરિયાદ માગી હતી. પોલીસે કોપી આપ્યા બાદ કીધા મુજબની ફરિયાદ ન નોંધી હોવાના આરોપ લગાવી બબાલ શરૂ કરી હતી. મહિલાઓએ ફેસબુક લાઈવ કરી પોલીસને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. મહિલા પીએસઆઇએ બચકા ભરી વર્દી પર હાથ નાખી ફરજમાં રુકાવટ કરતા નરોડામાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના રામોલ વિસ્તારમાં રહેતા હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર વર્ષ 2009થી પોલીસ કર્મચારી તરીકે નોકરી કરે છે. હાલમાં છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનના ઇન્વે સ્ક્વોડમાં હાજર હતા. તે દરમિયાન એક અરજદાર પોતાની ફરિયાદ કરવા માટે આવ્યા હતા. તેમની હકીકત સાંભળતા હતા તે દરમિયાન થોડા દિવસ પહેલા ફરિયાદ લખાવી ગયેલી મહિલા અને બીજી બે સ્ત્રીઓ આવી હતી અને પોલીસને કહેવા લાગી હતી કે, તમે અમારી કહ્યા મુજબની ફરિયાદ લખેલ છે કે નહીં તે જોવા માટે અમે આવ્યા છીએ. જેથી તમે મને ફરિયાદની કોપી આપો. જેથી હિતેશ કુમારે પી.એસ.ઓ રૂમમાં જઈને ફરિયાદની કોપી મેળવી લેવા જણાવ્યું હતું. જ્યાં આ મહિલાઓ ફરિયાદની કોપી લેવા ગઈ હતી. બાદમાં ફરિયાદની કોપી લઈને હેડ કોસ્ટેબલ હિતેશકુમાર પાસે આ મહિલા આવી હતી અને અમારી કહ્યા મુજબની ફરિયાદ લખેલ નથી તેમ કહીને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગી હતી.

બાદમાં તમે પોલીસવાળા તમારી મનમાની ચલાવો છો, હું અત્યારે જ તમારો વિડીયો ફોનમાં ઉતારીને તમને સસ્પેન્ડ કરાવી નાખીશ. તમે મને ઓળખતા નથી કહી બોલાચાલી કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા લાગી હતી. બાદમાં રેખાબેન નામની મહિલાએ મોબાઇલ ફોન કાઢી વિડીયો ઉતારી આ પોલીસવાળાઓનો વિડીયો ફેસબુકમાં લાઈવ કરી અને પોલીસવાળાઓને સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપવા લાગી હતી.

આ પણ વાંચો: ભાજપ પૂર્વ મીડિયા કન્વેનર કિશનસિંહ સોલંકી 6 વર્ષ માટે સસ્પેન્ડ

બાદમાં મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી, જે પોલીસે આ મહિલાઓને શાંતિથી સમજાવી હતી અને પોલીસ સ્ટેશન સરકારી કચેરી છે અને અહીં પોલીસવાળા સરકારી કર્મચારી છે. જેથી તમે પોલીસ સ્ટેશનની અંદરનો કે પોલીસવાળાનો વિડીયો ઉતારી શકો નહીં તેમ જણાવ્યું હતું. જો વિડીયો ઉતાર્યો હોય તો અમને જોવા આપો, તેવું કહેતા આ મહિલાઓ ઉશેકરાઈ ગઈ હતી અને મારો મોબાઇલ ફોન કેવી રીતે માંગી શકો. હું નહીં આપુ. તમારાથી થાય તે કરી લો. તેમ કહી ઝપાઝપી કરવા લાગી હતી.

બાદમાં પોલીસકર્મીનો યુનિફોર્મનો સોલ્ડરનો બેજ ખેંચી તોડી નાખ્યો હતો. આટલું જ નહીં, મહિલા પીએસઆઇને બચકા ભરી ઇજાઓ કરી હતી. સમગ્ર બાબતને લઈને હેડ કોન્સ્ટેબલે નરોડા પોલીસ સ્ટેશનમાં નીલમબેન બોકડે, રેખાબેન રાયકવાડ, કુસુમલતા ચોરસીયા નામની ત્રણ મહિલાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन