ગુજરાતી મહિલાએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી

News18 Gujarati
Updated: July 4, 2019, 6:06 PM IST
ગુજરાતી મહિલાએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
શોયિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ આ મહિલા અમદાવાદની રહેવાસી હોવાનો દાવો કરાયો છે.

એક વાઇરલ વીડિયોમાં ઇંગ્લેન્ડના સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પોતાની જાતને અમદાવાદી રહેવાસી ગણાવતી યુવતીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હોવાનું અનુમાન છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ શહેર સહીત રાજ્યના અનેક સોશિયલ મીડિયા પેજ પર છેલ્લા થોડાક દિવસોથી એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન એક મહિલા પાકિસ્તાનના સમર્થનમાં નારા લગવાતી જોવા મળે છે. આ મહિલા પાકિસ્તાના સમર્થક ચૌધરી અબ્દુલ જલીલ ચાચા સાથે સેલ્ફી પડાવતી પણ નજરે ચડે છે. યુવતી પાકિસ્તાનનું સમર્થન કરવા આવેલા કાકાને કહે છે કે તે મૂળ અમદાવાદની વતની છે અને તેમની નાનપણની ચાહક છે. આ યુવતીનો વીડિયો કેનેડાના વતની અને જાણીતા પત્રકાર અને લેખક તારીક ફતેહે શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ છંછેડાયો છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દે તપાસ શરૂ કરી હોવાના અહેવાલો છે.

તારીક ફતેહે શેર કરેલા વીડિયોના 5800થી વધુ રીટ્વીટ મળ્યા છે. જ્યારે 5,000થી વધુ કોમેન્ટ આ વીડિયો પર થઈ છે. રિપ્લાય કરનારા લોકો મહિલાની તારફી પણ કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેને પાકિસ્તાન મોકલવાની સલાહ પણ આપી રહ્યાં છે.

આ પણ વાંચો :  પરંપરાગત 'પાટણના પટોળા' હવે અમદાવાદનું ગૌરવ

વીડિયોમાં આ મહિલા સ્ટેડિયમમાં બેસેલા પાકિસ્તાની ચાહકોની કહી રહી છે કે તેનો જન્મ અમદાવાદ થયો છે. અબ્દુલ જલીલ કહે છે કે હું ચાર વાર અમદાવાદ આવ્યો છું. અબ્દુલ જલીલ કહે છે કે આ મારી દીકરી જેવી છે તેના માટે તાળીઓ પાડો. ત્યારબાદ મહિલા ફરીથી નારા લગાવે છે કે 'જીતેગા ભાઈ જીતેગા.. પાકિસ્તાન જીતેગા..' મહિલા એવું પણ કહી રહી છે કે હિંદુસ્તાનની સામેની મેચ પણ પાકિસ્તાન જ જીતશે.



ફાઇલ ફોટો


આ પણ વાંચો :   #Missionpaani: આમિર ખાને કહ્યુ, 'પાણીને બેંક બેલેન્સની જેમ સમજી-વિચારીને વાપરો'

ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
વીડિયોમાં જે પ્રમાણે ખેલાડીઓની જર્સીના કલર જોવા મળે છે તેના આધારે કહી શકાય કે આ વીડિયો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનો છે. આ વીડિયોની ખરાઈ નથી થઈ પરંતુ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ઓળખ શરૂ કરી તપાસ હાથ ધરી છે. આ મહિલા અમદાવાદની રહેવાસી હોય તેવી શક્યતા છે પરંતુ હાલમાં બ્રિટેનમાં સ્થાયી છે. જો તેના પર કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તો પણ તેના પર બ્રિટેનના નિયમો લાગી શકે છે પરંતુ હાલમાં તો આ વીડિયોમાં જોવા મળતી મહિલા ખરેખર અમદાવાદની છે કે નહીં તેની પુષ્ટી થઈ નથી.
First published: July 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...