Home /News /ahmedabad /અમદાવાદ : મિત્રને મોજ કરાવવા પોતાની જ મંગેતર સોંપી દીધી, મળવા બોલાવી હેવાને ગુજાર્યો બળાત્કાર

અમદાવાદ : મિત્રને મોજ કરાવવા પોતાની જ મંગેતર સોંપી દીધી, મળવા બોલાવી હેવાને ગુજાર્યો બળાત્કાર

યુવતી પર મંગેતર અને તેના મિત્રએ ગુજાર્યો બળાત્કાર (ફાઇલ તસવીર)

Ahmedabad Rape : શહેરના મકરબા વિસ્તારમાં એક ક્લબ નજીક એકાંત સ્થળે યુવતી પર તેના મંગેતરે દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યારબાદ તેના મિત્રએ પણ વેજલપુર ખાતે આવેલા ફ્લેટ પર યુવતી પર બળાત્કાર ગુજાર્યો.

    અમદાવાદ : શહેરમાં એક યુવતી પર તેના મંગેતર અને તેના મિત્ર દ્વારા કથિતરૂપે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આનંદનગર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શનિવારે બપોરે મકરબા વિસ્તારમાં એક ક્લબ નજીક એકાંત સ્થળે 24 વર્ષીય યુવતી પર તેના 25 વર્ષીય મંગેતર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના મિત્રએ પણ વેજલપુર ખાતે આવેલા ફ્લેટ પર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

    મૂળ રાજસ્થાનના કુંભલગઢની વતની આ યુવતી મકરબામાં ફ્રુટ સ્ટોલ પર કામ કરતા મૂળ રાજસમંદના વતની ધરમસિંહ રાજપૂતના સંપર્કમાં હતી. બાદમાં તેમના પરિવારના સભ્યોએ તેમના લગ્ન નક્કી કર્યા અને બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા.

    આ પણ વાંચો : અમદાવાદ: ભાભીના ભાઈએ મહિલા પર લગાવ્યા ગંભીર આરોપ- તારા અને તારા ભાઈના સંબંધો છે

    યુવતીને મળવા બોલાવીને આચર્યુ દુષ્કર્મ


    ગયા અઠવાડિયે રાજપૂતે તેણીને ફોન કરીને શહેરમાં મળવાનું કહ્યું હતું. મહિલાએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને શનિવારે સવારે શહેરમાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, રાજપૂત તેણીને એસજી રોડ પર ક્લબ નજીક એકાંત સ્થળે લઈ ગયો હતો જ્યાં તેણે શનિવારે બપોરે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ રાજપૂતે રાજસમંદના રહેવાસી છે અને એસજી રોડ પર ચાની દુકાન ચલાવતા તેના મિત્ર કેહર સિંહ પઢિયારને પણ બોલાવ્યો હતો. રાજપૂતે કથિત રીતે પઢિયારને તેની મંગેતરને પોતાની સાથે લઈ જવા કહ્યું હતું.

    આ પણ વાંચો : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ત્રીજી હત્યા: ઝઘડાની અદાવતમાં ગરબા રમવા ગયેલ યુવકની છરી મારી હત્યા

    પોતાની મંગેતર મિત્રને સોંપી દીધી


    પોલીસે જણાવ્યું કે રાજપૂતે તેની મંગેતરને પઢિયારને સોંપી દીધી હતી. જેથી તે પણ તેની સાથે બળાત્કાર કરી શકે. પઢિયાર યુવતીને વેજલપુરના શિવાલય એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં લઈ ગયો હતો જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. શનિવારે રાત્રે, યુવતીએ આનંદનગર પોલીસનો સંપર્ક કર્યો અને રાજપૂત અને પઢિયાર વિરુદ્ધ બળાત્કાર અને ઉશ્કેરણીની ફરિયાદ નોંધાવી. આનંદનગર પોલીસ ઈન્સ્પેક્ટર વી એમ દેસાઈએ જણાવ્યું કે તેઓએ રવિવારે એફઆઈઆર નોંધી અને પઢિયારને પકડી પાડ્યો. તેમણે ફરાર રાજપૂતને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Ahmedaabad News, Ahmedabad Crime New, Ahmedabad ​​Crime, Gang rape

    विज्ञापन
    विज्ञापन