Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદ : મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પતિ આ શું કરી બેઠો? હવે તેની સામે કાર્યવાહી પણ પોલીસ જ કરશે

Ahmedabad News: અમદાવાદ : મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પતિ આ શું કરી બેઠો? હવે તેની સામે કાર્યવાહી પણ પોલીસ જ કરશે

પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2015માં એક દિવસ મહિલા કોન્સ્ટેબલનો પતિ દારૂ પીને ઘરે આવી ગાળો બોલી મારા મારી કરી હતી. જેથી મહિલા કોન્સ્ટેબલે માતાને ફોન કરી આ બાબતની જાણ કરતા તેના માતા-પિતા ઘરે આવ્યા હતા અને તેના પતિને સમજાવ્યો હતો

અમદાવાદ: શહેર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા કોન્સ્ટેબલનો આરોપ છે કે, લગ્ન બાદથી તેનો પતિ દારૂ પી બબાલ કરતો હતો અને દહેજ માંગતો હતો. યુવતીનો પતિ અવારનવાર માનસિક શારીરિક ત્રાસ પણ આપતો હતો. આખરે કંટાળીને યુવતીએ સમાધાનના અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ તેના પતિમાં કોઈ સુધારો ન આવતા આખરે મહિલા કોન્સ્ટેબલે જ પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ જૂનાગઢની અને હાલ શહેરના નારણપુરામાં રહેતી 35 વર્ષીય યુવતી શહેરના એક પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. વર્ષ 2007માં આ યુવતીના જુનાગઢ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ મહિલા કોન્સ્ટેબલ પતિ સાસુ સાથે જુનાગઢ ખાતે રહેવા માટે ગઈ હતી. લગ્નના એક વર્ષ પછી યુવતીના પતિને દેવું થઈ જતા યુવતીના પિતાએ આર્થિક મદદ કરી હતી. બાદમાં આ યુવતી અભ્યાસ કરતી હોવાથી થોડોક સમય પિયરમાં રહેતી અને થોડોક સમય સાસરે રહેતી હતી. વર્ષ 2010માં યુવતીનો પતિ તેના ઘરવાળાની ચઢામણીમાં આવીને યુવતીના પિયર મૂકી ગયો હતો અને દોઢ મહિના પછી સમાધાન કરી તેને તેડી ગયો હતો.

મહિલા કોન્સ્ટેબલને લગ્નજીવનથી સંતાનમાં એક બાળક થયું હતું. વર્ષ 2012માં આ મહિલા કોન્સ્ટેબલની સાસુનું મૃત્યુ થયું હતું અને વર્ષ 2013માં તેના પતિને કેશોદ તાલુકા પંચાયતમાં નોકરી લાગતા આ મહિલા ત્યાં પતિ અને દીકરા સાથે કોલોનીમાં રહેવા ગઈ હતી. કેશોદ રહેવા ગયા બાદ મહિલા કોન્સ્ટેબલનો પતિ અવારનવાર દારૂ પીતો હોવાથી તેણે રોકટોક કરી તો તેને બોલાચાલી કરી માર મારતો હતો.

આ પણ વાંચો:  પીએફઆઈના તાર ગુજરાત સાથે જોડાયા, 15 લોકોની અટકાયત

વર્ષ 2015માં એક દિવસ મહિલા કોન્સ્ટેબલનો પતિ દારૂ પીને ઘરે આવી ગાળો બોલી મારા મારી કરી હતી. જેથી મહિલા કોન્સ્ટેબલે માતાને ફોન કરી આ બાબતની જાણ કરતા તેના માતા-પિતા ઘરે આવ્યા હતા અને તેના પતિને સમજાવ્યો હતો. પરંતુ તેના પતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો. વર્ષ 2016માં મહિલા કોન્સ્ટેબલના પતિએ દહેજમાં કંઈ આપ્યું નથી. હાલમાં રૂપિયાની જરૂર છે જો તમે રૂપિયા નહીં આપો તો દીકરીને પાછી લઈ જાવ તેમ કહેતા યુવતીના પિતાએ સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

આ પણ વાંચો : નવરાત્રીના પાસનું સેટિંગ કરતા પહેલા હવામાનની જાણો આગાહી

બાદમાં વર્ષ 2017 માં આ યુવતીની નોકરી અમદાવાદ પોલીસમાં લાગતા તે અમદાવાદ રહેવા આવી હતી. વર્ષ 2021 માં રજા લઈ યુવતી પિયર ગઈ હતી તે સમયે પણ તેના પતિએ ત્યાં આવીને માતા પિતાની હાજરીમાં દારૂ પીવાની બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી મહિલા કોન્સ્ટેબલના પતિએ તેની કે તેના દીકરાની કોઈ જવાબદારી ઉઠાવી નહોતી. આખરે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પતિમાં સુધારો ન આવતા આખરે મહિલા કોન્સ્ટેબલે કંટાળીને પતિ વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત

विज्ञापन
विज्ञापन