Home /News /ahmedabad /

અમદાવાદ: યુવતીને મારી નાંખવાની ફિરાકમાં હતા સાસરિયા, 'સ્ક્રિપ્ટ' પણ હતી તૈયાર!

અમદાવાદ: યુવતીને મારી નાંખવાની ફિરાકમાં હતા સાસરિયા, 'સ્ક્રિપ્ટ' પણ હતી તૈયાર!

ભણેલી ગણેલી વધુને ત્રાસ આપી સાસરિયાઓ ડરી ગયા

Ahmedabad Crime News: સાસુ આ યુવતીના પતિને ચઢામણી કરી માર મારતા હતા અને દહેજ માંગી કકળાટ કરતા હતા.

અમદાવાદ: શહેરમાં રહેતી એક ભણેલી-ગણેલી યુવતીને લગ્ન બાદ સાસરિયાઓએ ત્રાસ (Harassment by in-laws) આપવાનું શરૂ કર્યું હતું. સાસુ આ યુવતીના પતિને ચઢામણી કરી માર મારતા હતા અને દહેજ માંગી કકળાટ કરતા હતા. યુવતીએ એક વખત પોલીસ પણ બોલાવી હતી બાદમાં નારી કોર્ટમાં જતાં સાસરિયાઓ ગભરાઈ ગયા હતા અને યુવતીથી બચવા તે બીજા સાથે ભાગી ગઈ તેવું પોલીસ (Gujarat Police)ને કહેવાની યોજના ઘડી નાખી હતી. કંટાળીને યુવતીએ ફરિયાદ (police complaint) કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

લગ્નના બે મહિના બાદ ત્રાસનો સિલસિલો થયો શરૂ

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી દોઢ મહિનાથી તેના પિયરમાં રહે છે. આ યુવતીએ એમ.એ.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. વર્ષ 2021માં આ યુવતીના આણંદ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્ન બાદ બે મહિના સુધી સાસરીયાઓએ તેને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ યુવતીની સાસુએ યુવતીને કહ્યું કે, તારા પિતાને કહે કે તને લઈ જાય અને મૂકી જાય અમારી પાસે તને લેવા આવવા માટે પૈસા નથી અને તને મૂકવા આવે ત્યારે અમને પૈસા આપીને જાય. જેથી યુવતીએ આ વાતનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: ઝઘડામાં ઉપરાણું લેનાર યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો

પતિ-સાસુ માર મારતાં

આટલું જ નહીં, સાસુએ તેના પુત્રને પણ ચઢામણી કરી હતી, જેથી તેના પતિએ તેને માર માર્યો હતો. આ રીતે સાસુ અને પતિ યુવતીને માર મારત હતા અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. યુવતીએ તેના પતિને એસી રીપેર કરાવવા માટે કહેતા તેને ગાળો બોલી રૂમમાં લઈ જઈને માર્યો હતો. આ બાદ સમાજના માણસો ભેગા થતાં યુવતીના સાસરીયાઓએ બધા સામે માફી માગી હતી અને  તેને સારી રીતે રાખશે તેઓ વાયદો કર્યો હતો.

આ પણ વાંચો: હર ઘર ત્રિરંગા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કુદરતે ત્રિરંગો ફરકાવ્યો!

લાલચી સાસરિયા આમ આપતાં ત્રાસ

યુવતીના સસરા જ્યારે યુવતી જમવા બેસે ત્યારે મહેણાં મારતા કે, તારા બાપાના ઘરે તું વાસી રોટલી ખાતી હતી અને અહીંયા તને બધી સગવડ જોઈએ છે તારા બાપે કઇ આપ્યું તો નથી તેમ કહી જમવાનું પણ આપતા નહીં. યુવતીને પરીક્ષા હોવાથી તે તેના પિયર ગઈ હતી બાદમાં સાસરે પરત આવી ત્યારે લગ્નની સાલગીરાહ પર તેના માતા પિતાએ દસ હજારનો સામાન આપ્યો હતો છતાંય યુવતીની સાસુ તેના પર ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે, તારા પિતાએ સોનાની ચેઇન કેમ આપી નથી તેમ કહી વારંવાર વસ્તુઓ માગી ત્રાસ આપવાનું શરૂ કરી માર માર્યો હતો.

ઘરમાં કેમેરા લગાવતાં ફેક્ટરી પર બોલાવી માર માર્યો

એક દિવસ યુવતીના સાસરીયાઓએ તેને માર મારતા યુવતીએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવી હતી. તે સમયે સાસરીયાઓએ કહ્યું કે, પતિ પત્નીને મારે તો પોલીસ બોલાવવાની ના હોય છોકરીવાળાઓને છોકરાવાળાઓથી દબાઇને રહેવું પડે તારે પણ આ ઘરમાં રહેવું હોય તો મારી દીકરી અને જમાઈ કહે તેમ રહેવાનું તેમ કહી તેને દબાણમાં રાખતા હતા. સાસરિયાઓના આ ત્રાસથી કંટાળી યુવતી નારી અદાલતમાં ગઈ હતી ત્યારે સાસરીમાં કેમેરા લગાવવાનું કહેતા સાસરીયાઓએ ઘરમાં કેમેરા લગાવ્યા હતા. પરંતુ થોડા દિવસ પછી યુવતીના પતિએ ઘરે સીસીટીવી હોવાથી તેને ફેક્ટરી પર બોલાવી વાળ પકડી માર માર્યો હતો.

...આવો હતો પ્લાન

સાસરિયાઓએ યુવતીના પતિને કહ્યું કે, તારાથી એક છોકરી રખાતી નથી આને તો અમે જોઈ લઈશું અને જાનથી મારી નાખીશું અને પોલીસને કહી દઈશું કે એ તો બીજા સાથે ભાગી ગઈ. યુવતીએ તેના સાસરીયાઓથી કંટાળીને આ અંગે પતિ, સાસુ, સસરા, નાની સાસુ, મામા સસરા સહિતના છ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News, Latest News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन