અમદાવાદઃ જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ સાયબર ફ્રોડના કિસ્સા પણ વધી રહ્યા છે. લોકો સાથે લોન કે અન્ય વસ્તુ આપવાના નામે ઓટીપી નંબર કે અન્ય રીતે સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવી જ એક ઘટના કોઇ સામાન્ય વ્યક્તિ સાથે નહિ પણ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે બની છે. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે એક જાહેરાત આધારે લોભામણી વાતમાં આવીને તે નંબર પર સંપર્ક કર્યા બાદ લોન લેવાની વાત કરી હતી.
જેથી ગઠિયાઓની જાળમાં ફસાયેલી આ પોલીસ કર્મીને તેઓએ અલગ અલગ ચાર્જ પેટે 63 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર બાબતને લઇને મહિલા પોલીસ કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુળ ભાવનગરની અને હાલ ગોમતીપુર પોલીસ લાઇનમાં રહેતી 25 વર્ષીય યુવતી પુર્વ વિસ્તારના એક પોલીસસ્ટેશનમાં પાંચેક મહિનાથી ફરજ બજાવે છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલને તેમના વતનમાં મકાન બનાવવાનું હોવાથી લોનની જરૂર હતી અને તેમના ભાઈને તેઓએ હોમ લોન લેવા બાબતે વાત કરી હતી. ભાઇએ આ મહિલા પોલીસ કોન્સ્ટેબલને વોટસએપથી બાજ ફાઇનાન્સ પર્સનલ લોન બાબતેનો સ્ક્રીન શોટ ફોટો પાડી મોબાઇલ ફોનમાં મોકલી આપ્યો હતો.
જે ફોટો તેમણે જોયો તો તેમાં બીન્જોજ ફાઈનાન્સ તથા તેની નીચે કોલ એન્ડ વોટ્સએપ તથા એક લાખ સે 30 લાખ તક લોન તથા બેન્ક કે ચક્કર છોડ દો આજ હી આવેદન કરે સબકો મિલેગા ફ્રી 5 ટકા વ્યાજ તથા ફેસબુક પેજની લીંક દર્શાવેલી હતી. જેથી થોડા દિવસ પહેલા બપોરે આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમની નોકરી ઉપર હાજર હતા. તે વખતે તેઓએ પોસ્ટરમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર ફોન કરી મકાન બનાવવા માટે 20 લાખની લોન લેવાની છે તેવી વાત કરી હતી.
ફોન પર વાત કરનાર ભાઇએ તેમને હિન્દી ભાષામાં કહેલ કે, હું બિન્જોજ ફાઇનાન્સ કંપની માથી લોન કરૂ છું. અમે હોમ લોન તથા અન્ય લોન જોઇએ તેટલી આપીએ છીએ. હું વોટ્સએપ નંબર તમને મોકલી આપુ છુ જે નંબર ઉપર તમારા ડોક્યુમેન્ટ મોકલી આપજો તેવી વાત કરી હતી. થોડી વારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના મોબાઇલ ફોનમાં વોટ્સએપ નંબર આવેલા જેથી તેઓએ તે નંબર ઉપર પાન કાર્ડ, આધાર કાર્ડ તથા પોલીસ આઇકાર્ડના ફોટા મોકલી આપ્યા હતા.
ત્યાર બાદ આ મહિલા પોલીસ કોન્સ્ટેબલના ફોનમા ફોન આવેલ જે ફોનમાં એક ભાઈ હીન્દી ભાષામાં બોલતા હતા અને તે ભાઈ તેમને કહેલ કે ફાઇલ ચાર્જ તેમજ અન્ય ચાર્જ થશે. જેથી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આ ચાર્જ પેટે ગુગલપે, ફોનપેથી રુપિયા એક હજાર, 1250, 6550, 1554, 2550 તથા 1294 રૂપિયા એક નંબર ઉપર અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી મોકલી આપ્યા હતા.
ત્યારબાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલના ફોન ઉપર ફોન આવ્યા હતા અને બીજા પૈસા નાખવાનું જણાવેલ. જેથી તેઓએ લોન ક્યારે પાસ થશે તેમ કહેતા તે ભાઇએ મને બીજા રૂપિયા નાખવાનું કહ્યું હતું. જેથી મહિલા પોલીસ કોન્સ્ટેબલે લોન નથી જોઇતી મારા પૈસા મને પરત આપી દો તેમ કહેતા વાત કરનાર શખ્સોએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલે અવાર નવાર આ નંબરો ઉપર ફોન કરતા તેમનો ફોન રીસીવ કરતા ન હોવાથી તેમની સાથે ફ્રોડ થયાની હકીકત તેઓને જણાઇ હતી.
" isDesktop="true" id="1297517" >
જેથી મહિલા પોલીસ કોન્સ્ટેબલે સાયબર હેલ્પલાઇન ઉપર ફોન કરી ફ્રોડ થયા બાબતે વાત કરતા તેઓએ તેમની ફરિયાદ નોંધી રખિયાલ પોલીસ સ્ટેશન માં ટ્રાન્સફર કરી હતી. આમ, એક મોબાઇલ નંબર સાથે લોન આપવા બાબતે ફેસબુક ઉપર એડ મુકી મહિલા પોલીસને હોમ લોન આપવાનો વિશ્વાસ આપી તેમની પાસેથી લોનનો ફાઇલ ચાર્જ તથા અન્ય ચાર્જ પેટે કુલ 63 હજાર પડાવી લેતા પોલીસે હવે આ મામલે સાયબર ફ્રોડનો ગુનો નોંધી પોલીસસ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.