Home /News /ahmedabad /અમદાવાદ: ઘરજમાઈ પતિની કરતૂત- પત્ની સામે જ પ્રેમિકા સાથે કરતો હતો 'પ્રેમલીલા'

અમદાવાદ: ઘરજમાઈ પતિની કરતૂત- પત્ની સામે જ પ્રેમિકા સાથે કરતો હતો 'પ્રેમલીલા'

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad woman files complaint against husband: મહિલાના પતિએ તેની પત્નીને કહ્યુ હતુ કે, 'હું સુમનને નહીં છોડી શકું. તારાથી જે થાય તે કરી લે.'

અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Mahila police station)માં એક પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અવારનવાર તેને ત્રાસ (Physical and mental harassment) આપતો હતો અને લગ્નના થોડા સમય બાદ તેને અન્ય એક સ્ત્રી સાથે આડાસંબંધ (Extramarital affairs) હતા. એટલું જ નહીં, તેણીની સામે જ તે પ્રેમિકા સાથે પ્રેમલીલા કરતો હતો. મહિલાના સાસરિયાઓ તેના દીકરાને કહેતા હતા કે, "બૈરાને હાથ નીચે રાખવાના, તો જ સીધા ચાલે". મહિલાનો પતિ ઘરજમાઈ બનીને રહીને ત્રાસ આપવા લાગ્યો હતો અને મહિલાના પિતા પાસે બાઈક અને રિક્ષા લેવા માટે પૈસા પણ લીધા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલા એક ખાનગી મહિલા હૉસ્પિટલમાં નોકરી કરે છે. મહિલાએ એમ.એ સુધીનો અભ્યાસ કર્યો છે. મહિલાના લગ્ન વર્ષ 2013માં રાજસ્થાન (Rajasthan) ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ મહિલા તેના સાસરે રહેવા ગઈ હતી. જ્યાં તેના સાસરિયાઓએ એક મહિનો સારી રીતે રાખી હતી અને બાદમાં ઘરકામ બાબતે મહિલાનો વાંક કાઢી તેને કંઈ આવડતું નથી તેમ કહી ત્રાસ આપતા હતા. મહિલાનો પતિ પણ લગ્ન બાદ વારંવાર તેને કહેતો હતો કે, અમદાવાદ ખાતે તેના પિતાના ત્યાં રહેવા જઈએ. તે ઘરનો મોટો જમાઈ હોવાથી મિલકત ભાગમાં આવે એ પણ આપણે સાચવવું પડશે. જેથી મહિલા લગ્નના સાતેક મહિના બાદ તેના પતિ સાથે અમદાવાદ ખાતે આવી હતી અને રાણીપ ખાતે તેના માતા-પિતા સાથે રહેવા લાગી હતી.

આ પણ વાંચો: પત્નીની હત્યા કરીને પતિ કરતો રહ્યો નાટક, સ્માર્ટ વૉચે ફોડી નાખ્યો ભાંડો, પોલીસે આ રીતે હત્યા કેસ ઉકેલ્યો

વર્ષ 2014માં મહિલાના જેઠના લગ્ન હોવાથી તેના જેઠે ફોન કરીને મહિલાના માતાપિતા પાસેથી લગ્નના ખર્ચ માટે રૂપિયા માંગ્યા હતા. જેથી મહિલાએ 30 હજાર રૂપિયા રોકડા લઈને તેની સાસુને આપ્યા હતા. ત્યારબાદ પણ સાસુ-સસરા અને જેઠ મહિલાના પતિને ફોન કરીને તેના વિરુદ્ધમાં ચઢામણી કરીને કહેતા કે "બૈરાને હાથ નીચે રાખવાના, તો જ સીધા ચાલે. તારા સસરાને કહેજે કે તેમની મિલકત તારા નામે કરાવી આપે."

આ પણ વાંચો: હરિયાણા: ત્રણ યુવતીઓએ વૃદ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયો, માંગ્યા પાંચ લાખ રૂપિયા



આ પણ વાંચો: અમદાવાદ: મંગેતરે એક વર્ષ સુધી કિસ અને શારીરિક અડપલાં કર્યાં, અંતે કહ્યુ- આપણી સગાઈ ફોક!

બાદમાં મહિલાના પતિએ તેના પિતા પાસેથી રિક્ષા લઇ આપવાની વાત કરતાં મહિલાએ ના પાડી હતી. જે બદલ તેને માર પડ્યો હતો. જોકે, દીકરીનું ઘર સાચવવા માટે મહિલાના પિતાએ જમાઈને 50,000 રોકડા રૂપિયાની મદદ કરી હતી. બાદમાં 2019માં મહિલાના પતિએ બાઈકની માગણી કરી હતી અને જો બાઈક ન આપે તો તને અને તારી દીકરીને છોડીને જતો રહીશ તેવી ધમકી આપતાં મહિલાના પિતાએ જમાઈને બાઇક લેવા 25,000 રૂપિયા રોકડા આપ્યા હતા. બાકીની રકમની મહિલાએ લોન કરાવી આપી હતી. હપ્તા પણ તે જ ભરતી હતી.
" isDesktop="true" id="1106967" >

બાદમાં મહિલાને જાણ થઈ હતી કે તેના પતિને સુમન મિશ્રા નામની સ્ત્રી સાથે આડા સંબંધ છે. આ મહિલાનો પતિ તેની સામે જ સુમન સાથે બીભત્સ વર્તન કરીને તેણીને માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, મહિલાનો પતિ ઝઘડો કરી તેને માર મારતો હતો. મહિલાના પતિએ તેને કહ્યું હતું કે, હું સુમનને નહીં છોડી શકું. તારાથી જે થાય તે કરી લે. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Domestic violence, Extramarital affairs, Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन