Home /News /ahmedabad /પતિ પત્ની ઔર વોનો ગજબનો કિસ્સો: મહિલાનો પતિ બે બે વખત તેની પ્રેમિકા સાથે ભાગી ગયો
પતિ પત્ની ઔર વોનો ગજબનો કિસ્સો: મહિલાનો પતિ બે બે વખત તેની પ્રેમિકા સાથે ભાગી ગયો
મળતી માહિતી પ્રમાણે યુવકની અભ્યાસ દરમિયાન સાથે વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો.જોકે પ્રેમિકા ની અન્ય સ્થળે સગાઇ નક્કી થઇ ગઇ હતી જેને લઇને તેણે આપઘાત નો રસ્તો અપનાવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે જ પ્રેમિકા ની સગાઈ ની તારીખ અને યુવકની મૃત્યુની પણ એક જ તારીખ કરી ઇતિહાસના ચોપડે યાદગાર બનાવવા આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે પ્રતિકાત્મક તસવીર.
મહિલાનો પતિ તેની પ્રેમિકાની જાળમાં એવો તો ફસાયો કે પ્રેમિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવા છતાં તેની સાથે જ રહેતો હતો.
અમદાવાદ: કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (Police Station)માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાનો પતિ તેની પ્રેમિકા (lover)ને લઇને બે બે વખત ભાગી ગયો હતો અને મૈત્રી કરાર કરીને તેની સાથે રહેવા લાગ્યો હતો. એટલું જ નહીં મહિલાના સાસરિયાઓએ દાગીના પણ પડાવી લીધા હતા. બીજી તરફ મહિલાને ઘર ખાલી કરવાની ધમકીઓ પણ આપતા હતા. પતિ તેની પ્રેમિકાના ચક્કરમાં એવો તો ફસાયો હતો કે પ્રેમિકાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ (Rape Complaint) કરી હોવા છતાં પણ તે તેની સાથે રહેવા લાગ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના નવા નરોડા ખાતે રહેતી યુવતી એકલી રહે છે. યુવતીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં તેના સાસરે રહેતી હતી. જ્યાં તેને લગ્ન જીવન દરમિયાન એક પુત્રને જન્મ આપ્યો હતો. લગ્ન જીવન દરમિયાન તેના પતિને પૂજા નામની સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. આ બાબતે તેના પતિને સમજાવવાનો પ્રયત્ન કરતા તેના પતિએ તેને માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી.
યુવતીએ તેના માતા-પિતાની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યાં હોવાથી તેણી પોતાના સંબંધીના ઘરે કે માતાપિતાના ઘરે જઈ શકતી ન હતી. પતિ આ જ વાતનો ગેરફાયદો ઉઠાવતો હતો. આ દરમિયાન તેના સાસુ-સસરાએ પણ તેણીને હેરાન કરવાનું શરૂ કરતા તેના પતિ સાથે તે અલગ રહેવા ગઇ હતી. વર્ષ 2017માં તેનો પતિ પૂજા નામની યુવતીને લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ પૂજાએ તેના પ્રેમી એટલે કે ફરિયાદીના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં મહિલાએ સાસરિયાઓ સાથે મળીને તેને જામીન પર મુક્ત કરાવ્યો હતો. છતાં આ મહિલાનો પતિ પૂજા સાથે સંબંધ રાખતો હતો.
આ દરમિયાન મહિલાના સાસુ તેના દાગીના તેની નણંદ લોકરમાં મૂકી દીધા હતા. વર્ષ 2018માં તેનો પતિ પૂજા નામની યુવતી સાથે ભાગી ગયો હતો અને મૈત્રી કરાર કરીને કોઈ જગ્યાએ રહેવા લાગ્યો હતો. આ પ્રકારના ત્રાસથી કંટાળી અને સાસરિયાઓએ દાગીના પરત ન આપતા મકાન ખાલી કરાવવા માટે ધમકી આપતા મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.